Gujarat Winter weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડીમાંથી રાહત, બે દિવસમાં 4 ડિગ્રી જેટલી ઠંડી ઘટી, અમદાવાદમાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : છેલ્લા બે દિવસમાં નલિયામાં તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો વધારો નોંધાતા તાપમાન 10 ડિગ્રી ઉપર પહોંચ્યું હતું. જ્યારે અમદાવાદમાં પણ ઠંડીમાં ઘટાડો નોંધાતા તાપમાન 17 ડિગ્રી ઉપર પહોંચ્યું હતું.

Gujarat Weather Forecast : છેલ્લા બે દિવસમાં નલિયામાં તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો વધારો નોંધાતા તાપમાન 10 ડિગ્રી ઉપર પહોંચ્યું હતું. જ્યારે અમદાવાદમાં પણ ઠંડીમાં ઘટાડો નોંધાતા તાપમાન 17 ડિગ્રી ઉપર પહોંચ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતમાં કડકડતી ઠંડીમાં આંશિક રાહત, Gujarat winter Weather update

ગુજરાતમાં કડકડતી ઠંડીમાં આંશિક રાહત photo - social media

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં કડકડતી ઠંડીમાં રાહત જોવા મળી હતી. રાજ્યમાં બે દિવસમાં સરેરાશ 4 ડિગ્રી જેટલી ઠંડીમાં ઘટાડો નોધાયો હતો. આમ હાડથીજવતી ઠંડીમાંથી લોકોને ગણી રાહત મળી હતી. છેલ્લા બે દિવસમાં નલિયામાં તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો વધારો નોંધાતા તાપમાન 10 ડિગ્રી ઉપર પહોંચ્યું હતું. જ્યારે અમદાવાદમાં પણ ઠંડીમાં ઘટાડો નોંધાતા તાપમાન 17 ડિગ્રી ઉપર પહોંચ્યું હતું.

Advertisment

બે દિવસમાં નલિયામાં ચાર ડિગ્રી તાપમાન વધ્યું

શિયાળો ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં ઠંડીમાં પણ ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે શનિવાર અને રવિવાર એમ બે દિવસમાં ઠંડીમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં સરેરાશ 4 ડિગ્રી તાપમાન વધ્યું હતું. જેથી ઠંડીમાં ગણી રાહત જોવા મળી હતી. નલિયામાં પણ બે દિવસમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન વધતાં ઠંડીનો પારો ઉચકાઈને 10 ડિગ્રીની પાર નીકળી 10.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યમાં 10.5 ડિગ્રીથી લઈને 19.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં તાપમાન 17.5 ડિગ્રીએ પહોંચ્યું

અત્યારે સમગ્ર ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં અમદાવાદમાં પણ બે દિવસમાં ચાર ડિગ્રી જેટલી ઠંડી ઘટી હતી. છેલ્લા બે દિવસમાં તાપમાને 17 ડિગ્રીની સપાટી વટાવીને 17.5 ડિગ્રી પહોંચ્યું હતું. રાજ્યના પાટનગરમાં પણ તાપમાન 17.5 ડિગ્રીની સપાટીએ પહોંચ્યું હતું. વડોદરામાં 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ32.4 17.5
ડીસા29.6 15.4
ગાંધીનગર31.8 17.5
વિદ્યાનગર27.9 16.8
વડોદરા32.6 19.2
સુરત34.6 18.8
વલસાડ
દમણ31.4 16.4
ભૂજ30.2 13.2
નલિયા28.8 10.5
કંડલા પોર્ટ29.4 15.5
કંડલા એરપોર્ટ28.6 14.0
અમરેલી33.2 15.0
ભાવનગર31.0 16.4
દ્વારકા30.0 17.1
ઓખા24.419.5
પોરબંદર31.6 13.4
રાજકોટ32.9 15.4
વેરાવળ29.2 18.9
દીવ29.6 15.2
સુરેન્દ્રનગર31.816.5
મહુવા32.4 15.9
કેશોદ31.8 15.7
Advertisment

આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય

શિયાળો હવે ધીમે ધીમે પુરો થવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે. લોકોને ગાત્રો થીજવતી ઠંડીમાંથી થોડી રાહત મળી છે ત્યારે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. આમ લોકોને આગામી પાંચ દિવસ સુધી કડકડતી ઠંડીમાંથી રાહત રહેશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત