Gujarat Winter weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડીમાં આંશિક રાહત, એક દિવસમાં નલિયામાં અઢી ડિગ્રી તાપમાન ઉંચકાયું, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : નલિયામાં એક જ દિવસમાં અઢી ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાઈને 9 ડિગ્રી પહોંચી ગયું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન પહોંચી ગયું હતું.

Gujarat Weather Forecast : નલિયામાં એક જ દિવસમાં અઢી ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાઈને 9 ડિગ્રી પહોંચી ગયું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન પહોંચી ગયું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતમાં કડકડતી ઠંડીમાં આંશિક રાહત, Gujarat winter Weather update

ગુજરાતમાં કડકડતી ઠંડીમાં આંશિક રાહત photo - social media

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં અત્યારે શિયાળો એકદમ જામી ચૂક્યો છે. થોડા દિવસથી હાડ થીજવતી ઠંડી પડ્યા બાદ તાપમાનમાં એકદમ વધારો નોંધાતા રાજ્યમાં કડકડતી ઠંડીમાં આંશિક રાહત અનુભવાઈ હતી. નલિયામાં એક જ દિવસમાં અઢી ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાઈને 9 ડિગ્રી પહોંચી ગયું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન પહોંચી ગયું હતું. જોકે, ઉત્તરાયણ સુધીમાં રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

Advertisment

એક દિવસમાં નલિયામાં અઢી ડિગ્રી જેટલી ઠંડી ઘટી

સમગ્ર ગુજરાતમાં અચાનક ઠંડી ઓછી થઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણે મહદઅંશે ઘટ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ગુજરાતમાં 9 ડિગ્રીથી લઈને 9 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડી શહેર રહ્યું હતું. આ ઉપરાંત ઓખામાં 20 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ડિસામાં 12.4 ડિગ્રી, કેશોદમાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ઠંડી યથાવત

અમદાવાદ શહેરમાં કડકડતી ઠંડી યથાવત રહી છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે અમદાવાદ શહેરમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જણાતો નથી. અમદાવાદમાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો સર્જાય છે. જ્યારે ઠંડી વધારે હોવાના કારણે પણ જનજીવન ઉપર અસર થઈ રહી છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ30.5 15.0
ડીસા31.7 12.4
ગાંધીનગર30.2 14.6
વિદ્યાનગર30.7 15.6
વડોદરા31.4 15.8
સુરત33.1 18.4
વલસાડ
દમણ31.2 18.0
ભૂજ32.5 12.6
નલિયા31.7 09.0
કંડલા પોર્ટ30.5 14.9
કંડલા એરપોર્ટ33.0 11.5
અમરેલી33.3 15.4
ભાવનગર29.6 16.3
દ્વારકા30.5 17.0
ઓખા25.1 20.0
પોરબંદર31.0 12.0
રાજકોટ33.6 12.4
વેરાવળ29.1 18.2
દીવ30.0 15.4
સુરેન્દ્રનગર31.8 15.0
મહુવા32.2 15.9
કેશોદ31.3 13.6
Advertisment

ઉત્તરાયણ સુધી ઠંડીનો મારો રહેવાની આગાહી

સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં શિયાળો અસલી રૂપમાં આવે છે. અત્યારે જાન્યુઆરી મહિનો ચાલું થયો છે ત્યારે આખા જાન્યુઆરી મહિના દરમિયાન ખાસ કરીને ઉત્તરાયણ સુધી રાજ્યમાં ઠંડીનો મારો યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે. અત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા ઓછી થવાના પગલે ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત