Gujarat Winter weather Update : ગુજરાતમાં કાતિલ ઠંડીમાં થોડી રાહત, તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો, 48 કલાક બાદ પડશે ભારે ઠંડી

Gujarat Weather Forecast : રાજ્યમાં તાપમાનમાં સરેરાશ બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જોકે આ આંશિક રાહત માત્ર 48 કલાક સુધી જ રહેવાની છે ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો નોંધાશે. ગુરુવારે રાજ્યમાં 13 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Gujarat Weather Forecast : રાજ્યમાં તાપમાનમાં સરેરાશ બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જોકે આ આંશિક રાહત માત્ર 48 કલાક સુધી જ રહેવાની છે ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો નોંધાશે. ગુરુવારે રાજ્યમાં 13 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતમાં કડકડતી ઠંડીમાં આંશિક રાહત, Gujarat winter Weather update

ગુજરાતમાં કડકડતી ઠંડીમાં આંશિક રાહત photo - social media

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : સમગ્ર ગુજરાતમાં બે દિવસથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે, ગુરુવારે ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી. રાજ્યમાં તાપમાનમાં સરેરાશ બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જોકે આ આંશિક રાહત માત્ર 48 કલાક સુધી જ રહેવાની છે ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો નોંધાશે. ગુરુવારે રાજ્યમાં 13 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Advertisment

નલિયામાં બે ડિગ્રી તાપમાન ઉચકાઈને 5.6 ડિગ્રી પહોંચ્યું

સમગ્ર ગુજરાતમાં કોલ્ડ વેવ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ગુરુવારે ઠંડીમાં આંશિક રાહત રહી હતી. રાજ્યમાં 5.6 ડિગ્રીથી લઈને 18.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 5.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 18.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 9.8 ડિગ્રી, વડોદરામાં 9.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ઉચકાયું

ગુજરાતમાં તાપમાન ઉંચકાતા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુતમ તાપમાનમાં વધારો થયો હતો. બંને શહેરોમાં એક ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાયું હતું. અમદાવાદમાં 12.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.2 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઠંડી વધતાં શહેરોમાં જનજીવન પર અસર થઈ હતી.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ27.7 12.8
ડીસા29.1 09.8
ગાંધીનગર27.0 12.2
વિદ્યાનગર29.1 12.2
વડોદરા30.2 09.2
સુરત32.0 16.4
વલસાડ
દમણ32.4 15.0
ભૂજ31.1 10.4
નલિયા30.6 05.6
કંડલા પોર્ટ28.5 11.5
કંડલા એરપોર્ટ28.6 06.5
અમરેલી30.0 08.4
ભાવનગર28.2 11.7
દ્વારકા28.5 14.6
ઓખા25.0 18.7
પોરબંદર31.4 09.6
રાજકોટ32.5 08.3
વેરાવળ29.516.5
દીવ29.2 14.5
સુરેન્દ્રનગર29.8 11.0
મહુવા28.612.5
કેશોદ26.69.1
Advertisment

48 કલાક બાદ રાજ્યમાં પડશે જોરદાર ઠંડી

ગુજરાતમાં અત્યારે તાપમાન બે ડિગ્રી જેટલું વધ્યું છે ત્યારે આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. એટલે કે આગામી 48 કલાક બાદ રાજ્યમાં જોરદાર ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે જેથી તાપમાનમાં ઘટાડો નોંધાશે અને હાડથીજવથી ઠંડી પડશે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત