Gujarat Winter weather Update : ગુજરાતમાં ઠંડીનો જોરદાર ચમકારો, બે દિવસ વરસાદની આગાહી, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે વહેલી સવાર ગાઢ ધુમ્મસની ચાદર પણ છવાયેલી રહે છે. ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી પડી તેમજ ક્યાં વરસાદ પડશે એ અંગે જાણવા માટે આ સમાચાર ચોક્કસ વાંચવા.

Gujarat Weather Forecast : સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે વહેલી સવાર ગાઢ ધુમ્મસની ચાદર પણ છવાયેલી રહે છે. ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી પડી તેમજ ક્યાં વરસાદ પડશે એ અંગે જાણવા માટે આ સમાચાર ચોક્કસ વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં કડકડતી ઠંડી - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અત્યારે બરફ વર્ષા થઈ રહી છે. જેના પગલે ગુજરાતમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે વહેલી સવાર ગાઢ ધુમ્મસની ચાદર પણ છવાયેલી રહે છે. ગુજરાતને અડીને આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ જમ્મુ કાશ્મિર જેવો માહોલ છે. અહીં તાપમાન માઈનસમાં પહોંચતા બરફની સફેદ ચાદર છવાઈ હતી. બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.

Advertisment

ગુજરાતમાં ઠંડીનો જોરદાર ચમકારો, નલિયામાં 8.5 ડિગ્રી

ગુજરાતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે રાજ્યમાં સરેરાશ 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે બુધવારના દિવસે ગુજરાતમાં 8.5 ડિગ્રીથી લઈને 17 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 8.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 9.4 ડિગ્રી, અમરેલીમાં9.7 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ફરી બે ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું

ગુજરાતમાં એક તરફ ગાત્રો થીજવથી ઠંડી પડી રહી છે તો બીજી તરફ અમદાવાદ શહેરમાં બે ડિગ્રી તાપમાન ઉચકાયું હતું. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે બુધવારે દિવસ દરમિયાન અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે મંગળવારે 12.7 ડિગ્રી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મંગળવારે એક જ દિવસમાં 5 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. મંગળવારે અમદાવાદમાં 12.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે સોમવારે 17.8 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ26.4 15.0
ડીસા25.6 13.5
ગાંધીનગર26.8 13.0
વિદ્યાનગર29.5 16.4
વડોદરા27.6 14.0
સુરત29.3 15.7
વલસાડ
દમણ27.2 16.8
ભૂજ24.0 11.4
નલિયા23.8 8.5
કંડલા પોર્ટ24.0 13.9
કંડલા એરપોર્ટ23.4 12.4
અમરેલી28.0 9.7
ભાવનગર27.1 13.4
દ્વારકા25.0 15.4
ઓખા23.4 17.0
પોરબંદર26.4 12.2
રાજકોટ26.5 9.8
વેરાવળ26.8 14.7
દીવ26.7 13.8
સુરેન્દ્રનગર27.3 12.6
મહુવા28.6 12.6
કેશોદ26.0 9.4
Advertisment

આ પણ વાંચોઃ-Gujarat Politics: શંકરસિંહ વાઘેલાનો દાવો,’ગુજરાતમાં ભાજપ સરકારને ઉથલાવી દેશે’

ગુજરાતમાં બે દિવસ પવન સાથે માવઠાંની આગાહી

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી બે દિવસ એટલે કે 27 અને 28 ડિસેમ્બરના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે 27 અને 28 ડિસેમ્બર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, તાપી અને દમણમાં વરસાદની શક્યાતાઓ છે. આ ઉપરાંક સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ અને કચ્છમાં પણ માવઠાની આગાહી છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત