/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Rain-1-1.jpg)
Gujarat Rain: ગુજરાત વરસાદ (Express photo - Nirmal Harindran)
Gujarat Weather updates, ગુજરાત હવામાનની આગાહી : ગુજરાતમાં શિયાળો આગળ વધી રહ્યો છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો હતો. અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ક્યાં પડ્યો વરસાદ?
મળતી માહિતી પ્રમાણે આજે ગુરુવારે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ડાંગના પ્રવાસન સ્થળ સાપુતારામાં તો વલસાડના ધરમપુર, ગોરખડા, મોહપાડા, આવધા, રાજપુર સહિતના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
ઉલ્લેખનયી છે કે ગુજરાતમાં શિયાળો જામી ચૂક્યો છે ત્યારે અચાનક તાપમાનમાં ઉછાળો નોંધાયો હતો. રાજ્યના તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો વધારો થતાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જે નલિયામાં 12 ડિગ્રી તાપમાન હતું એ આજે 15 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચી ગયું છે. આમ રાજ્યમાં તાપમાન ઉચકાતા ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે.
નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન વધીને 15 ડિગ્રી પહોંચ્યું
સામાન્ય રીતે આ દિવસોમાં ઠંડીનો પારો નીચો ઉતરે છે પરંતુ બુધવારના દિવસે ઠંડીનો પારો અચાનક ઉપર ઉઠ્યો હતો. જેના પગલે રાજ્યમાં આશરે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. જેથી ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો હતો. તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 15 ડિગ્રીથી લઈને 23.9 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જ્યારે 15 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ડીસામાં 16 ડિગ્રી, અમરેલીમાં 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં સતત બીજા દિવસે પણ ઠંડી ઘટી
ગુજરાતમાં તાપમાન વધવાના પગલે અમદાવાદ શહેરમાં પણ તાપમાનનો પારો સતત બીજા દિવસે પણ ઉચકાયો હતો. જેના પગલે શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. વહેલી સવારે અને મોડી સાંજ પછી ઠંડીનો ચમકારો અનુભવાય છે પરંતુ બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. અમદાવાદના તાપમાનની વાત કરીએ તો શહેરમાં બુધવારે 19.8 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં સતત બે દિવસથી વધારો નોંધાઈ રહ્યો છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 31.8 | 19.8 |
| ડીસા | 31.7 | 16.0 |
| ગાંધીનગર | 32.0 | 19.3 |
| વિદ્યાનગર | 30.5 | 20.0 |
| વડોદરા | 31.0 | 18.4 |
| સુરત | 34.0 | 23.1 |
| વલસાડ | – | – |
| દમણ | 33.4 | 23.2 |
| ભૂજ | 31.4 | 17.4 |
| નલિયા | 32.0 | 15.0 |
| કંડલા પોર્ટ | 32.1 | 19.1 |
| કંડલા એરપોર્ટ | 31.4 | 17.4 |
| અમરેલી | – | 16.4 |
| ભાવનગર | 30.7 | 20.9 |
| દ્વારકા | 31.0 | 21.1 |
| ઓખા | 29.7 | 23.9 |
| પોરબંદર | 33.0 | 23.0 |
| રાજકોટ | 34.4 | 17.5 |
| વેરાવળ | 35.0 | 23.5 |
| દીવ | 33.0 | 23.2 |
| સુરેન્દ્રનગર | 33.0 | 19.0 |
| મહુવા | 32.8 | 21.9 |
| કેશોદ | 32.8 | 19.1 |
આ પણ વાંચોઃ-અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાશે, 30 દેશોમાંથી એક લાખ કાર્યકરો આવશે
આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાંની શક્યતા
ગુજરાતમાં આજના હવામાન અંગે વાત કરીએ તો અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે આજે 5 ડિસેમ્બરથી વાદળો આવશે. જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત 8 ડિસેમ્બરના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે.ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us