Gujarat Weather updates : ગુજરાતમાં ઉનાળો આવી ગયો સમજો, સતત વધતું જતું તાપમાન, ક્યાં કેટલું નોંધાયું?

Gujarat Weather Forecast : હવે ગુજરાતમાં ઉનાળો આવ્યો જ સમજો. ગુજરાતમાં 17 ડિગ્રીની આજુબાજુ લઘુતમ તાપમાન રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થઈ શકે છે.

Gujarat Weather Forecast : હવે ગુજરાતમાં ઉનાળો આવ્યો જ સમજો. ગુજરાતમાં 17 ડિગ્રીની આજુબાજુ લઘુતમ તાપમાન રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થઈ શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
gujarat weather updates

ગુજરાતમાંથી શિયાળો ગાયબ - express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં શિયાળો વળતો થઈ ગયો છે. દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં ઉનાળો આવ્યો જ સમજો. ગુજરાતમાં 17 ડિગ્રીની આજુબાજુ લઘુતમ તાપમાન રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે હવામાન વિભાગે આગામી 5 દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતા સેવી છે.

Advertisment

નલિયામાં એક ડિગ્રી તાપમાન વધ્યું

ગુજરાતમાં ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે 15.7 ડિગ્રીથી લઈને 22.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું.15.7 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે કેશોદમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 22.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. નલિયામાં પાછલા તાપમાનમાં એક ડિગ્રી વધારો થતાં 16.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં બેવડી ઋતુનો અહેસાસ

રાજ્યમાં વધતા જતાં તાપમાન વચ્ચે અમદાવાદ શહેરમાં પણ તાપમાન વધી ગયું છે. અમદાવાદ શહેરમાં બપોરના સમયમાં તો રીતસરનો ઉનાળો આવી ગયો હોય એવો અહેસાસ થાય છે. આમ દિવસમાં બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં તાપમન વધીને 20 ડીગ્રી નજીક પહોંચી ગયું છે. અમદાવાદમાં રવિવારે 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ34.8 19.2
ડીસા34.2 18.2
ગાંધીનગર35.0 17.5
વિદ્યાનગર33.7 19.2
વડોદરા34.6 17.6
સુરત34.6 19.4
વલસાડ
દમણ31.8 18.0
ભૂજ35.0 19.8
નલિયા31.3 16.2
કંડલા પોર્ટ31.2 18.9
કંડલા એરપોર્ટ34.0 17.4
અમરેલી0000
ભાવનગર33.2 19.7
દ્વારકા27.0 22.5
ઓખા28.6 22.2
પોરબંદર33.5 15.5
રાજકોટ35.4 19.0
વેરાવળ33.2 20.7
દીવ28.8 15.7
સુરેન્દ્રનગર35.3 19.6
મહુવા33.2 16.9
કેશોદ34.6 15.7
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

હવામાન વિભાગે શું કરી આગાહી?

ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે ઘટતી જાય છે અને ઉનાળો હવે આવીને ઊભો હોય એવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતાઓ સેવી છે. હવે ધીમે ધીમે ગરમી પડવાની શરૂ થઈ જશે. એટલે ઉનાળો હવે એકદમ નજીક છે.

આજનું હવામાન અપડેટ ગુજરાત શિયાળો