Gujarat Weather updates : ગુજરાતમાં ખરેખર ઉનાળો આવી ગયો! અમદાવાદમાં તાપમાન 21 ડિગ્રીએ પહોંચ્યુ, ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

Gujarat Weather Forecast : ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાને 20 ડિગ્રીની સપાટી વટાવી દીધી છે ત્યારે નલિયામાં પણ લઘુતમ તાપમાન 20 ડિગ્રી નજીક પહોંચી ગયું છે.

Gujarat Weather Forecast : ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાને 20 ડિગ્રીની સપાટી વટાવી દીધી છે ત્યારે નલિયામાં પણ લઘુતમ તાપમાન 20 ડિગ્રી નજીક પહોંચી ગયું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાંથી ઠંડી ગાયબ - Express photo

Gujarat Weather updates : ફેબ્રુઆરી મહિનાના હવે 10 દિવસ બાકી છે ત્યારે રાજ્યમાં તાપમાનમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ઉનાળો માર્ચ મહિનાથી શરુ થતો હોય છે પરંતુ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાને 20 ડિગ્રીની સપાટી વટાવી દીધી છે ત્યારે નલિયામાં પણ લઘુતમ તાપમાન 20 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. એટલે કે હવે ઠંડી પડવાની શક્યતાઓ એકદમ નહીંવત છે.

Advertisment

અમદાવદામાં તાપમાન ઉચકાયું, 20 ડિગ્રીની સપાટી વટાવી

સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારો લઘુતમ તાપમાન ઉચકાયું છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થઈને 21 ડિગ્રીએ પહોંચ્યું હતું. બપોરના સમયે તો રીતસરનો ઉનાળો આવી ગયો હોય એવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં પણ લઘુતમ તાપમાન ઉચકાઈને 19.5 ડિગ્રીએ પહોંચી ગયું હતું.

નલિયામાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી પહોંચ્યું, કેશોદમાં સૌથી ઓછું તાપમાન

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 17.5 ડિગ્રીથી લઈને 22.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 17.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે કેશોદ રાજ્યનું સૌથી નીચુ તાપમાન ધરાવતું શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 22.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જ્યારે નલિયાની વાત કરીએ તો નલિયામાં તાપમાનમાં વધારો થઈને 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ34.4 21.0
ડીસા33.7 19.7
ગાંધીનગર34.8 19.5
વિદ્યાનગર33.6 21.5
વડોદરા34.0 20.2
સુરત34.4 20.6
વલસાડ
દમણ33.4 18.8
ભૂજ33.7 21.0
નલિયા33.4 19.8
કંડલા પોર્ટ34.622.5
કંડલા એરપોર્ટ34.6 21.9
અમરેલી0000
ભાવનગર33.0 20.7
દ્વારકા27.7 22.1
ઓખા29.2 22.4
પોરબંદર35.2 18.8
રાજકોટ35.3 19.7
વેરાવળ35.0 20.7
દીવ29.8 16.5
સુરેન્દ્રનગર34.5 21.7
મહુવા36.0 18.9
કેશોદ34.8 17.5
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

હવામાન વિભાગે શું કરી આગાહી?

ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે ઘટતી જાય છે અને ઉનાળો હવે આવીને ઊભો હોય એવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતાઓ સેવી છે. હવે ધીમે ધીમે ગરમી પડવાની શરૂ થઈ જશે. એટલે ઉનાળો હવે એકદમ નજીક છે.

વેધર ન્યૂઝ ઉનાળો શિયાળો ગુજરાત