Gujarat Weather updates : ગુજરાતમાં નલિયામાં એક સાથે ચાર ડિગ્રી તાપમાન ઘટ્યું, હવામાન વિભાગે શું કરી આગાહી?

Gujarat Weather Forecast : નલિયામાં એક સાથે ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગે 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થશે.

Gujarat Weather Forecast : નલિયામાં એક સાથે ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગે 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat weather update in gujarati

ગુજરાત વેધર, બેવડી ઋતુનો અહેસાસ - photo-freepik

Gujarat Weather updates, ગુજરાત વેધર: ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે અને શિયાળો પણ અંત તરફ જઈ રહ્યો છે. અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુ ચાલી રહી છે. ત્યારે ક્યારેક તાપમાનમાં વધારો તો ક્યારે ઘટાડો થઈ રહ્યો છે. નલિયામાં એક સાથે ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગે 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થશે.

Advertisment

નલિયામાં એક સાથે ચાર ડિગ્રી તાપમાન ઘટ્યું

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 15 ડિગ્રીથી લઈને 23.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં એક જ દિવસમાં 4 ડિગ્રીથી વધારે તાપમાન ઘટીને 15 ડિગ્રીએ પહોંચ્યું હતું. 15 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23.3 ડિગ્રી લઘુતમ નોંધાયું હતું.

અમદાવાદમાં તાપમાન યથાવત રહ્યું

ગુજરાતમાં અત્યારે બે તરફી વાતાવરણ વચ્ચે અમદાવાદ શહેરમાં તાપમાન કોઈ મોટો ફેરફાર થયો નથી. અમદાવાદમાં તાપમાન સામાન્ય વધીને 21.9 ડિગ્રી લઘુતમ તાપમાન વધ્યું હતું. ગાંધીનગરમાં 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 21.2 ડિગ્રી જ્યારે સુરતમાં 21.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ37.7 21.9
ડીસા34.9 19.4
ગાંધીનગર36.0 18.8
વિદ્યાનગર38.222.8
વડોદરા37.421.2
સુરત37.7 21.8
વલસાડ
દમણ36.4 20.8
ભૂજ37.1 20.8
નલિયા32.815.0
કંડલા પોર્ટ34.822.5
કંડલા એરપોર્ટ36.8 19.5
અમરેલી0000
ભાવનગર37.9 18.8
દ્વારકા36.2 21.2
ઓખા28.4 22.8
પોરબંદર30.0 23.3
રાજકોટ35.5 17.6
વેરાવળ35.6 22.3
દીવ31.0 18.4
સુરેન્દ્રનગર38.5 22.0
મહુવા36.0 19.5
કેશોદ37.3 18.8
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

24 કલાક બાદ 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે : IMD

અત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. ત્યારબાદ એટલે કે બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. બે દિવસ બાદ ઠંડીમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ ગુજરાત