Gujarat Winter weather Update : ગુજરાતમાં કાતિલ ઠંડી, નલિયામાં તાપમાન 6 ડિગ્રી પહોંચ્યું, કચ્છમાં કોલ્ડ વેવની આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતમાં સૌથી નીચું તાપમાન 6 ડિગ્રી નજીક પહોંચ્યું છે. બીજી તરફ હવામાન વિભાગે આજે કચ્છ વિસ્તારમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં સૌથી નીચું તાપમાન 6 ડિગ્રી નજીક પહોંચ્યું છે. બીજી તરફ હવામાન વિભાગે આજે કચ્છ વિસ્તારમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતમાં કાતિલ ઠંડી, કચ્છમાં કોલ્ડ વેવની આગાહી , Gujarat winter Weather update

ગુજરાતમાં કાતિલ ઠંડી - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અત્યારે ભારે હિમ વર્ષા થઈ રહી છે. જેની અસર ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે. અત્યારે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ભારે ઠંડીના પગલે આખું ગુજરાત ઠુંઠવાઈ રહ્યું છે. ગુજરાતમાં સૌથી નીચું તાપમાન 6 ડિગ્રી નજીક પહોંચ્યું છે. બીજી તરફ હવામાન વિભાગે આજે કચ્છ વિસ્તારમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે.

Advertisment

નલિયામાં તાપમાન 6 ડિગ્રી પહોંચ્યું

શિયાળાએ પોતાનો અસલી રંગ દેખાડ્યો છે ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડીનો દોર શરુ થઈ ગયો છે. ભાર ઠંડીના પગલે જનજીવન પર અસર પડી રહી છે. ગુજરાતના તાપમાનની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં 6.4 ડિગ્રીથી લઈને 20.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. જેમાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે જ્યારે ઓખામાં 20.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ડીસામાં 10.3, ગાંધીનગરમાં 10.1, વડોદરામાં 10.2, કંડલા એરપોર્ટમાં 10.2, કેશોદમાં 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

અમદાવાદમાં કેટલું નોંધાયું તાપમાન?

ગુજરાતમાં પ્રસરી રહેલી ઠંડીના પગલે અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે. અમદાવાદ શહેરમાં સતત તાપમાન ઘટી રહ્યું છે. ત્યારે મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો શહેરમાં 13.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાઈ 26 ડિગ્રી પહોંચ્યું હતું. અમદાવાદની નજીક આવેલા રાજ્યના પાટનગરમાં ઠંડીનો પારો એકદમ ઘટ્યો હતો. અહીં ગાંધીનગરમાં 10.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ26.0 13.7
ડીસા27.1 10.3
ગાંધીનગર27.0 10.1
વિદ્યાનગર26.5 12.2
વડોદરા26.4 10.2
સુરત28.8 14.2
વલસાડ
દમણ29.8 15.4
ભૂજ27.6 11.4
નલિયા26.4 06.4
કંડલા પોર્ટ26.5 14.5
કંડલા એરપોર્ટ26.4 10.2
અમરેલી26.4 13.0
ભાવનગર25.0 14.7
દ્વારકા26.0 15.6
ઓખા25.3 20.5
પોરબંદર28.0 14.5
રાજકોટ27.5 11.3
વેરાવળ28.4 15.7
દીવ28.3 11.5
સુરેન્દ્રનગર27.4 13.0
મહુવા27.0 13.3
કેશોદ27.3 10.5
Advertisment

આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી

ડિસેમ્બર મહિનો અડધો થવા આવ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં શિયાળાએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરુ કરી દીધું છે. હવામાન વિભાગે પણ આજે કચ્છના વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. અત્યારના દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો પારો એકદમ નીચે પહોંચી ગયો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં હજી પણ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ કરી છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત