Gujarat Winter weather Update : ગુજરાતમાં ફરી કાતિલ ઠંડી, બે દિવસમાં નલિયામાં 5 ડિગ્રી તાપમાન ઘટ્યું, કોલ્ડ વેવથી લોકો ઠુંઠવાયા, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : નલિયા સહિત સમગ્ર ગુજરાતમાં તાપમાન ગગડ્યું છે. જેના પગલે કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ છે. ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાઈ રહ્યા છે.

Gujarat Weather Forecast : નલિયા સહિત સમગ્ર ગુજરાતમાં તાપમાન ગગડ્યું છે. જેના પગલે કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ છે. ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાઈ રહ્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં કાતિલ ઠંડી - (Express photo: Praveen Khanna)

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે ફરીથી કાતિલ ઠંડીનું મોજું ફરીવળ્યું છે. ફરીથી ઠંડીનો પારો એકદમ ગગડ્યો છે. નલિયા સહિત સમગ્ર ગુજરાતમાં તાપમાન ગગડ્યું છે. જેના પગલે કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ છે. ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાઈ રહ્યા છે. નલિયામાં બે દિવસમાં પાંચ ડિગ્રી જેટલો ઠંડીનો પારો ગગડતા ગુજરાતનું કાશ્મિર બની ગયું છે. આગામી દિવસોમાં હજી પણ હાડથીજવતી ઠંડી પડવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે.

Advertisment

બે દિવસમાં નલિયામાં 5 ડિગ્રી તાપમાન ઘટ્યું

ગુજરાતના વાતાવરણમાંથી વાદળો હટતાં જ ફરીથી ઠંડી પડવાનું શરુ થઈ ગયું છે. બીજી તરફ કાશ્મિરમાં સિઝનની પહેલી હીમ વર્ષા થવાના કારણે તેની અસર ગુજરાત ઉપર પણ પડી રહી છે. ગુજરાતમાં ઠંડા પવાનો ફૂંકાઈ રહ્યા છે. જેના પગલે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં બે દિવસમાં 4-5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે બે દિવસમાં નલિયામાં પાંચ ડિગ્રી તાપમાન ઘટીને 5.6 ડિગ્રી પહોંચી ગયું છે. ગુજરાતમાં 5.6 ડિગ્રીથી લઈને 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં 5.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે દમણમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

અમદાવાદમાં બે દિવસમાં આશરે ચાર ડિગ્રી ઠંડી વધી

સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ ઠંડી વધી છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં 4 ડિગ્રી જેટલું તાપમાન નીચું જતાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાય છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે રવિવારે અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતું. જે શુક્રવારે 19.3 ડિગ્રી જેટલું હતું. આમ બે દિવસમાં અમદાવાદમાં આશરે ચાર ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે. જેના પગલે ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ25.4 15.0
ડીસા26.2 13.0
ગાંધીનગર26.0 14.0
વિદ્યાનગર26.5 16.7
વડોદરા27.8 17.8
સુરત31.7 17.0
વલસાડ
દમણ30.0 18.6
ભૂજ25.7 10.4
નલિયા26.0 5.6
કંડલા પોર્ટ23.9 13.0
કંડલા એરપોર્ટ25.6 10.0
અમરેલી27.6 12.0
ભાવનગર26.7 14.5
દ્વારકા25.3 14.4
ઓખા24.0 18.0
પોરબંદર27.6 11.4
રાજકોટ27.4 9.3
વેરાવળ28.6 13.8
દીવ28.0 15.2
સુરેન્દ્રનગર27.5 12.8
મહુવા28.6 13.9
કેશોદ26.6 8.1
Advertisment

ગુજરાતમાં હજી પણ પડશે ભારે ઠંડી

ઉત્તર ભારતના પહાડી વિસ્તારો ખાસ કરીને જમ્મુ કાશ્મિરમાં સિઝનની હીમ વર્ષા થતાં સ્થાનિક લોકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે પહાડી વિસ્તારોમાં હીમ વર્ષા થતાં ઉત્તર પૂર્વથી ઠંડા પવનો ફૂંકાવવાના કારણે ગુજરાત સહિતના રાજ્યોમાં ઠંડા પવનોની લહેર ફૂંકાય છે. જેના પગલે તાપમાન નીચું જતાં કાતિલ ઠંડી અનુભવાય છે. આગામી દિવસોમાં હજી પણ ઠંડીનો પારો નીચે જવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત