Gujarat Winter weather Update : ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયામાં તાપમાન ગગડી 7 ડિગ્રી નજીક પહોચ્યું, ક્યાં કેટલું તાપમાન નોંધાયું

Gujarat Weather Forecast : ગુજરાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા કાતિલ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો. રાજ્યમાં નલિયમાં 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટતાં પારો 7 ડિગ્રી નજીક પહોંચ્યો હતો.

Gujarat Weather Forecast : ગુજરાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા કાતિલ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો. રાજ્યમાં નલિયમાં 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટતાં પારો 7 ડિગ્રી નજીક પહોંચ્યો હતો.

author-image
Ankit Patel
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં કડકડતી ઠંડી - photo - IE Gujarat

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ફરીથી બરફ વર્ષા થવાના કારણે બર્ફિલા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો ફરી જોવા મળ્યો હતો. ગુજરાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા કાતિલ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો. રાજ્યમાં નલિયમાં 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટતાં પારો 7 ડિગ્રી નજીક પહોંચ્યો હતો. આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે.

Advertisment

નલિયામાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી નજીક પહોંચ્યું

ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે. શુક્રવારે રાજ્યમાં 7.2 ડિગ્રીથી 19.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 2 ડિગ્રી તાપમાન ઘટીને 7.2 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી પહોંચ્યું છે. જ્યારે ઓખામાં 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં એક ડિગ્રી તાપમાન વધ્યું

એક તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં એક ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. શુક્રવારે અમદાવાદમાં તાપમાન વધીને 15.7 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના પાટનગરમાં 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 15.4 ડિગ્રી અને સુરતમાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ27.4 15.7
ડીસા28.1 14.1
ગાંધીનગર27.8 13.5
વિદ્યાનગર28.1 15.4
વડોદરા28.8 15.8
સુરત32.2 17.0
વલસાડ
દમણ30.0 16.2
ભૂજ28.0 12.6
નલિયા27.6 07.2
કંડલા પોર્ટ28.5 14.2
કંડલા એરપોર્ટ28.0 12.6
અમરેલી28.8 15.2
ભાવનગર27.5 15.6
દ્વારકા27.4 16.3
ઓખા26.0 19.8
પોરબંદર29.4 14.3
રાજકોટ29.3 11.2
વેરાવળ31.1 16.8
દીવ31.5 16.5
સુરેન્દ્રનગર29.8 14.0
મહુવા29.6 14.9
કેશોદ29.2 11.8
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં પાંચ દિવસ ઠંડીનો ચમકારો રહેશે

ગુજરાતમાં થોડા દિવસ ઠંડીમાં ઘટાડો થયા બાદ ફરીથી ઠંડી ઉચકાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે. એટલે આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. ઠંડી વધતાં લોકો ઠંડીમાં ઠઠુંરવાનો વારો આવ્યો હતો.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત