Gujarat Winter weather Update : રાજકોટમાં પહેલીવાર તાપમાન 9 ડિગ્રી નજીક પહોંચ્યું, અહીં કોલ્ડ વેવની આગાહી, ક્યાં કેટલું તાપમાન નોંધાયું

Gujarat Weather Forecast : ગુજરાતમાં સૌથી નીચું તાપમાન 7.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે રાજકોટમાં આ શિયાળામાં પહેલીવાર લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નજીક પહોંચ્યું છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં સૌથી નીચું તાપમાન 7.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે રાજકોટમાં આ શિયાળામાં પહેલીવાર લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નજીક પહોંચ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતમાં કડકડતી ઠંડી Gujarat winter Weather update

ગુજરાતમાં કડકડતી ઠંડી - Express photo by IE Gujarati

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતના રાજ્યોમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા પડી રહી છે જેના પગલે ગુજરાતમાં ઠંડીનું મોજૂ ફરી વળ્યું છે. ગુજરાતમાં અત્યારે કડકડતી ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા છે. નલિયામાં સિઝનની રેકોર્ડ બ્રેક ઠંડી પડ્યા બાદ 2 ડિગ્રી કરતા વધારે ઠંડીનો પારો ઉચકાયો છે. ગુજરાતમાં સૌથી નીચું તાપમાન 7.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે રાજકોટમાં આ શિયાળામાં પહેલીવાર લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નજીક પહોંચ્યું છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં તાપમાન નીચું જઈ રહ્યું છે. હવામાન વિભાગે આજે પણ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી કરી છે.

Advertisment

નલિયામાં બે ડિગ્રી કરતા વધારે તાપમાન ઉચકાયું

ગુજરાતમાં પડી રહેલી ઠંડીના પગલે જનજીવન ઉપર અસર થઈ રહી છે. ગુજરાતમાં ગુરુવારે નોંધાયેલા તાપમાન અંગે વાત કરીએ તો ગુજરાતમાં 7.8 ડિગ્રીથી લઈને 20.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ઓખામાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત ડીસામાં 10.5 ડિગ્રી, રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ, ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં સતત પડી રહેલી ઠંડીના પગલે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ ઠંડીનો પારો સતત ઘટી રહ્યો છે. ગુરુવારે નોંધાયેલી ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં અને રાજ્યના પાટનગરમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 13.2 ડિગ્રી અને સુરતમાં 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ27.3 13.0
ડીસા26.7 10.5
ગાંધીનગર26.8 13.2
વિદ્યાનગર26.7 13.0
વડોદરા27.6 13.2
સુરત30.2 15.2
વલસાડ
દમણ28.4 16.6
ભૂજ26.4 11.4
નલિયા26.6 07.8
કંડલા પોર્ટ26.8 13.5
કંડલા એરપોર્ટ26.6 11.3
અમરેલી28.0 12.4
ભાવનગર27.4 13.8
દ્વારકા26.4 15.2
ઓખા25.5 20.2
પોરબંદર27.7 11.5
રાજકોટ28.7 09.1
વેરાવળ29.2 17.8
દીવ30.7 13.7
સુરેન્દ્રનગર28.8 12.8
મહુવા29.2 14.1
કેશોદ27.5 11.7
Advertisment

આ પણ વાંચોઃ-Gujarat Year Ender 2024: વર્ષ 2024માં આગની આ ઘટનાઓએ આક્રંદ અને લોકોનું હૈયું હચમચાવી દીધું

રાજ્યમાં આ વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી

ઉત્તર ભારતના પડાહી વિસ્તારોમાં પડી રહેલા બરફના કારણે ઠંડીનું મોજૂં ગુજરાત ઉપર પણ ફરી વળ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે શુક્રવારે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં ભુક્કા કાઢી નાંખે એવી ઠંડી પડવાની ધારણા છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત