/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Gujarat-Winter-new.jpg)
Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ડિસેમ્બર મહિનો શરુ થવાની સાથે જ ગુજરાતમાં શિયાળાએ જોર પકડ્યું છે ત્યારે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. નલિયા અને સરહદી વિસ્તારોમાં 12 ડિગ્રી જેટલી તાપમાન પહોંચી ગયું હતું. જ્યારે શહેરી વિસ્તારો જેવા કે અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. જોકે, આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે.
ગુજરાતમાં સૌથી નીચું નલિયામાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન
અત્યારે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. તાપમાનનો પારો મોટાભાગમાં નીચે ઉતરી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં 12 ડિગ્રીથી લઈને 23.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહ્યું હતું. જેમાં 12 ડિગ્રી લઘુતમ તપામાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 16-18 ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં બે ડિગ્રી તાપમાન વધ્યું
અમદાવાદ શહેરમાં બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. મંગળવારે અમદાવાદના લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં સોમવારે 16.2 ડિગ્રી લઘુતમ તપામાન હતું જ્યારે મંગળવારે બે ડિગ્રી ઉચકાઈને 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ અમદાવાદમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. જોકે, વહેલી સવારે અને મોડી સાંજથી ઠંડીનો ચમકારો અનુભવાય છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 31.2 | 18.6 |
| ડીસા | 31.4 | 14.8 |
| ગાંધીનગર | 32.2 | 17.3 |
| વિદ્યાનગર | 31.9 | 18.2 |
| વડોદરા | 33.8 | 17.6 |
| સુરત | 34.0 | 21.0 |
| વલસાડ | – | – |
| દમણ | 32.8 | 21.0 |
| ભૂજ | 32.4 | 15.8 |
| નલિયા | 32.5 | 12.0 |
| કંડલા પોર્ટ | 32.0 | 18.5 |
| કંડલા એરપોર્ટ | 32.0 | 14.6 |
| અમરેલી | – | 17.4 |
| ભાવનગર | 31.6 | 18.7 |
| દ્વારકા | 31.2 | 19.5 |
| ઓખા | 28.8 | 23.5 |
| પોરબંદર | 32.8 | 16.2 |
| રાજકોટ | 34.1 | 15.4 |
| વેરાવળ | 33.4 | 21.9 |
| દીવ | 32.0 | 20.6 |
| સુરેન્દ્રનગર | 32.517.0 | 16.0 |
| મહુવા | 32.8 | 18.3 |
| કેશોદ | 31.6 | 15.6 |
આ પણ વાંચોઃ- અમદાવાદના વાહનચાલકો સાવધાન, 481 લોકોના લાઈસન્સ રદ થશે, 8 દિવસમાં 73 લાખ દંડ વસૂલ્યો
આ
E
ડિસેમ્બરના અંત સુધીમાં પડશે કડકડતી ઠંડી
હવામાન વિભાગ પ્રમાણે ડિસેમ્બર મહિનો ઠંડીનો મહિનો છે. આ મહિનામાં જ શિયાળો પોતાનો અસલી ચહેરો દેખાડતો હોય છે અત્યારે ડિસેમ્બરની શરુઆતથી જ ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે આગામી દિવસોમાં ઠંડીનો પારો હજી પણ ગગડવાની શક્યતાઓ છે અને કડકડતી ઠંડીના એંધાણ સેવાઈ રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us