Gujarat Winter weather Update : અમદાવાદમાં એકાએક 6 ડિગ્રી તાપમાન ઘટ્યું, ગુજરાતમાં હજી ત્રણ દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત

Gujarat Weather Forecast : રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરુ થતાં જ કાતિલ ઠંડીના કારણે લોકો ઠુંઠવાયા હતા. હજી પણ ત્રણ દિવસ ઠંડીનો આવો જ ચમકારો રહેવાની શક્યતા હવામાન વિભાગે સેવી હતી.

Gujarat Weather Forecast : રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરુ થતાં જ કાતિલ ઠંડીના કારણે લોકો ઠુંઠવાયા હતા. હજી પણ ત્રણ દિવસ ઠંડીનો આવો જ ચમકારો રહેવાની શક્યતા હવામાન વિભાગે સેવી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં કડકડતી ઠંડી - photo - IE Gujarat

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં અત્યારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરુ થતાં જ કાતિલ ઠંડીના કારણે લોકો ઠુંઠવાયા હતા. હજી પણ ત્રણ દિવસ ઠંડીનો આવો જ ચમકારો રહેવાની શક્યતા હવામાન વિભાગે સેવી હતી. ગુજરાતમાં અત્યારે 14-15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Advertisment

અમદાવાદમાં એકાએક 6 ડિગ્રી ઠંડી વધી

ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનોના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે બુધવારે અમદાવાદમાં એકાએક ઠંડીનો પારો 6 ડિગ્રી સુધી ગગડ્યો હતો.જેના પગલે અમદાવાદમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે આગલા દિવસે 17.4 ડિગ્રી રહ્યું હતું. જ્યારે રાજ્યના પાટનગરમાં પણ ઠંડીનો પારો ગગડીને 10.5 ડિગ્રીએ પહોંચ્યો હતો.

નલિયા રહ્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર

ગુજરાતમાં શિયાળાનો નવો રાઉન્ડ શરી થયો છે ત્યારે ઠંડા પવન ફૂંકાવવાના કારણે ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 9.8 ડિગ્રીથી લઈને 20.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 9.8 ડિગ્રી સાથે રાજ્યની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે ઓખામાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ28.3 11.4
ડીસા29.0 10.9
ગાંધીનગર28.0 10.5
વિદ્યાનગર29.1 13.8
વડોદરા29.0 12.2
સુરત30.0 17.2
વલસાડ
દમણ27.2 16.6
ભૂજ28.6 13.9
નલિયા28.8 09.8
કંડલા પોર્ટ29.2 16.0
કંડલા એરપોર્ટ28.2 13.0
અમરેલી28.2 14.0
ભાવનગર27.8 15.4
દ્વારકા28.4 17.6
ઓખા27.0 20.2
પોરબંદર29.0 14.8
રાજકોટ29.9 13.4
વેરાવળ29.616.4
દીવ30.9 10.5
સુરેન્દ્રનગર30.3 14.8
મહુવા29.4 12.5
કેશોદ28.0 12.1
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે

ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે પરંતુ અત્યારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આગામી ત્રણ દિવસ રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યાત હવામાન વિભાગે કરી છે. ગુજરાત વાસીઓને ત્રણ દિવસ બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળશે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત