/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Gujarat-winter-weather.jpg)
ગુજરાતમાં શિયાળો - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતના દક્ષિણભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો પારો ફરીથી ગગડ્યો છે. ગુજરાતના વાતાવરણમાં 3 ડિગ્રી જેટલું તાપમાન નીચું ગયું છે. ખાસ કરીને નલિયામાં સાડા ત્રણ ઈંચ તાપમાન નીચું જતાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જ્યારે બાકીના શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.
નલિયામાં સાડા ત્રણ ડિગ્રી તાપમાન ગગડ્યું
બુધવારે ત્રણ ડિગ્રીના વધારા બાદ ગુરુવારે નલિયામાં સાડા ત્રણ ડિગ્રી તાપમાન ગગડ્યું હતું. જેના પગલે નલિયામાં તાપમાન 11 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે નલિયામાં 11.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેના પગલે તે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં સૌથી ઊંચું 23.5 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. આમ ગુજરાતમાં 11.5 ડિગ્રીથી લઈને 23.5 ડિગ્રી વચ્ચે ઠંડી નોંધાઈ હતી. ડીસામાં 15.9 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 16.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં ઠંડીમાં સામાન્ય વધારો
અમદાવાદ શહેરમાં ઠંડીમાં સામાન્ય વધારો નોંધાયો હતો. શહેરમાં બુધવારે 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જે ગુરુવારે સામાન્ય ઘટાડા સાથે લઘુતમ 19 ડિગ્રી રહ્યું હતું. શહેરમાં તાપમાનમાં વધારો થવાના પગલે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે વહેલી સવારે અને મોડી સાંજ પછી ઠંડી અનુભવાઈ રહી છે. ગાંધીનગરમાં વાત કરીએ તો અહીં પણ 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 31.7 | 19.0 |
| ડીસા | 31.9 | 15.9 |
| ગાંધીનગર | 32.0 | 19.8 |
| વિદ્યાનગર | 31.5 | 19.8 |
| વડોદરા | 31.8 | 19.2 |
| સુરત | 33.9 | 23.0 |
| વલસાડ | – | – |
| દમણ | 33.2 | 23.2 |
| ભૂજ | 32.3 | 17.2 |
| નલિયા | 32.2 | 11.5 |
| કંડલા પોર્ટ | 31.6 | 19.4 |
| કંડલા એરપોર્ટ | 32.2 | 16.1 |
| અમરેલી | – | 20.8 |
| ભાવનગર | 31.6 | 20.6 |
| દ્વારકા | 31.3 | 21.0 |
| ઓખા | 29.4 | 23.5 |
| પોરબંદર | 32.8 | 21.0 |
| રાજકોટ | 33.4 | 16.8 |
| વેરાવળ | 33.3 | 24.5 |
| દીવ | 33.5 | 23.1 |
| સુરેન્દ્રનગર | 32.5 | 19.0 |
| મહુવા | 33.0 | 21.3 |
| કેશોદ | 31.6 | 19.9 |
હવામાન વિભાગે શું કરી આગાહી?
ગુજરાતના દક્ષિણ ભાગોમાં ગુરુવારે આવેલા વાતાવરણના પટલાના કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. શિયાળામાં વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ચિંતામાં મૂકાયા છે. જોકે, ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us