Gujarat Weather updates : ગુજરાતમાં 48 કલાકમાં ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટશે, ઉનાળા માટે IMD એ શું કરી આગાહી?

Gujarat Weather Forecast : ગુજરાતમાં અત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 48 કલાક બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટે તેવી સેવી છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં અત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 48 કલાક બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટે તેવી સેવી છે.

author-image
Ankit Patel
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાંથી ઠંડી ગાયબ - Express photo

Gujarat Weather updates, ગુજરાત વેધર: ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે. ઉનાળો હજી આવું આવું કરી રહ્યો છે અને ઠંડી જવાની તૈયારી કરી રહી છે. એક બે દિવસ ઠંડી ઘટે છે તો પાછી ઠંડી વધે છે. ગુજરાતમાં અત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 48 કલાક બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટે તેવી સેવી છે.

Advertisment

નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન ઉચકાયું

હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 17.3 ડિગ્રીથી લઈને 23.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ત્રણ ડિગ્રી વધીને 19 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 23.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 20.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

અમદાવાદમાં તાપમાન 21 ડિગ્રી પાર

ગુજરાતમાં બેવડી ઋતુ વચ્ચે અમદાવાદમાં તાપમાનમાં વધારો નોંધાયો હતો. અમદાવાદમાં તાપમાન વધીને 21.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 21.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે વડોદરામાં 21.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ32.7 21.5
ડીસા29.8 20.6
ગાંધીનગર32.5 21.6
વિદ્યાનગર33.3 21.2
વડોદરા35.6 21.4
સુરત34.0 22.3
વલસાડ
દમણ33.0 21.2
ભૂજ31.2 19.0
નલિયા30.616.5
કંડલા પોર્ટ33.0 22.0
કંડલા એરપોર્ટ32.0 19.8
અમરેલી33.8 21.0
ભાવનગર33.5 22.2
દ્વારકા31.7 21.5
ઓખા28.8 23.2
પોરબંદર33.6 20.0
રાજકોટ33.7 19.1
વેરાવળ34.4 21.9
દીવ35.8 17.3
સુરેન્દ્રનગર33.8 20.2
મહુવા35.4 20.1
કેશોદ33.5 17.9
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં તાપમાન આટલું રહેશે

માર્ચ મહિનામાં ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીની અસર 8 થી 12 દિવસ સુધી રહી શકે છે. એપ્રિલ મહિનામાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીની અસર 10 થી 12 દિવસ સુધી રહી શકે છે. મે મહિનામાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને ગરમીની અસર 8 થી 12 દિવસ સુધી રહી શકે છે.

વેધર ન્યૂઝ શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત