Gujarat Winter weather Update : ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ, નલિયામાં ફરી 7 ડિગ્રી નજીક પહોંચી તાપમાન, ક્યાં કેટલું તાપમાન નોંધાયું

Gujarat Weather Forecast : રાજ્યમાં ફરીથી તાપમાન ગગડ્યું છે. નલિયામાં 10 ડિગ્રી ઉપર પહોંચેલું તાપમાન ફરીથી 7 ડિગ્રી નજીક આવી ગયું છે. અત્યારે રાજ્યમાં 13-14 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે.

Gujarat Weather Forecast : રાજ્યમાં ફરીથી તાપમાન ગગડ્યું છે. નલિયામાં 10 ડિગ્રી ઉપર પહોંચેલું તાપમાન ફરીથી 7 ડિગ્રી નજીક આવી ગયું છે. અત્યારે રાજ્યમાં 13-14 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં કાતિલ ઠંડી - (Express photo: Praveen Khanna)

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં થોડા દિવસના તાપમાનમાં આશિંક ઘટાડા બાદ રાજ્યમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં ફરીથી તાપમાન ગગડ્યું છે. નલિયામાં 10 ડિગ્રી ઉપર પહોંચેલું તાપમાન ફરીથી 7 ડિગ્રી નજીક આવી ગયું છે. અત્યારે રાજ્યમાં 13-14 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. વહેલી સવારે ધુમ્મસની ચાદરના દ્રશ્યો સર્જાયા છે. આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડશે.

Advertisment

નલિયામાં ફરીથી 7 ડિગ્રી નજીક પહોંચ્યું તાપમાન

અત્યારે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં 13-14 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. ત્યારે નલિયામાં ફરીથી તાપામન ઘટીને 7.8 ડિગ્રી લઘુતમ નોંધાયું છે. બે દિવસ પહેલા નલિયામાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં ઘટાડો થઈને 7.8 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં 14.8 ડિગ્રી, કેશોદમાં 12.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

બે દિવસમાં ગાંધીનગરમાં બે ડિગ્રી ઉચકાયું

ગુજરાતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે રાજ્યના પાટનગરમાં બે દિવસમાં બે ડિગ્રી તાપમાન ઉચકાયું હતું. રવિવારના રોજ ગાંધીનગરમાં13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 15.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 16.4 ડિગ્રી, રાજકોટમાં 13.5 લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ29.0 15.1
ડીસા27.3 14.8
ગાંધીનગર31.0 13.0
વિદ્યાનગર0016.8
વડોદરા29.4 16.4
સુરત28.6 18.6
વલસાડ
દમણ26.8 18.8
ભૂજ26.8 13.8
નલિયા26.0 07.8
કંડલા પોર્ટ26.8 16.0
કંડલા એરપોર્ટ26.4 15.2
અમરેલી28.0 15.8
ભાવનગર30.2 16.5
દ્વારકા24.0 18.6
ઓખા26.0 19.3
પોરબંદર27.0 15.2
રાજકોટ29.3 13.5
વેરાવળ27.2 16.8
દીવ29.8 17.2
સુરેન્દ્રનગર28.3 16.1
મહુવા29.4 15.5
કેશોદ26.8 12.7
Advertisment

હજી પણ પડશે હાડ થીજવતી?

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. જેના પગલે રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તરાયણ સુધીમાં ગુજરાતમાં હજી પણ ભારે ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. પડોશી રાજ્યમાં આવેલા હિલસ્ટેશનમાં પણ અત્યારે તાપમાન માઈનસમાં પહોંચી જતાં તેની અસર ગુજરાત ઉપર પણ પડી રહી છે. આગામી દિવસોમાં લોકોએ હાડથીજવતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત