Gujarat Winter weather Update : ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ : અમદાવાદ, ગાંધીનગરમાં બે ડિગ્રી જેટલું તાપમાન ગગડ્યું, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

Gujarat Weather Forecast : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બે ડિગ્રી કરતા પણ વધારે તાપમાન ગગડ્યું છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ બે ડિગ્રી જેટલું તાપમાન નીચું ગયું છે.

Gujarat Weather Forecast : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બે ડિગ્રી કરતા પણ વધારે તાપમાન ગગડ્યું છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ બે ડિગ્રી જેટલું તાપમાન નીચું ગયું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં કડકડતી ઠંડી - photo - IE Gujarat

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં કાતિલ ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થયો છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે થોડા દિવસના આંશિક વિરામ બાદ ઠંડીએ ફરીથી પોતાનું અસલી સ્વરૂપ દેખાડ્યું છે. ગુજરાતમાં સતત બીજા દિવસે ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બે ડિગ્રી કરતા પણ વધારે તાપમાન ગગડ્યું છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ બે ડિગ્રી જેટલું તાપમાન નીચું ગયું છે. જેના પગલે ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે.

Advertisment

નલિયામાં તાપમાન ગગડીને 6 ડિગ્રી નજીક પહોંચ્યું

અત્યારે સમગ્ર ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ગગડવાની સાથે નલિયામાં પણ એક ડિગ્રી તાપમાન ઘટ્યું છે. સોમવારના રોજ રાજ્યમાં 6.4 ડિગ્રીથી લઈને 19.1 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ-ગાંધીનગરમાં બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું

ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે રાજ્યના પાટનગર અને મેટ્રો સિટીમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં બે ડિગ્રી જેટલી ઠંડી વધતાં લોકો ઠુંઠવાયા હતા. ગાંધીનગરમાં તાપમાન ઘટીને 11.7 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. અમદાવાદમાં 15 ડિગ્રીથી તાપમાન ગગડીને 13.5 ડિગ્રીની સપાટીએ નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ27.7 13.5
ડીસા25.2 12.1
ગાંધીનગર29.5 11.7
વિદ્યાનગર26.5 13.6
વડોદરા27.0 14.2
સુરત27.8 16.2
વલસાડ
દમણ25.6 16.8
ભૂજ25.0 10.8
નલિયા25.2 06.4
કંડલા પોર્ટ29.5 13.0
કંડલા એરપોર્ટ24.8 08.9
અમરેલી26.5 10.6
ભાવનગર26.8 13.6
દ્વારકા25.3 14.6
ઓખા23.5 19.1
પોરબંદર26.4 10.6
રાજકોટ26.8 08.2
વેરાવળ26.6 13.5
દીવ28.2 13.5
સુરેન્દ્રનગર27.3 12.0
મહુવા27.4 12.6
કેશોદ25.4 09.1
Advertisment

ઠંડી અંગે હવામાન વિભાગની શું છે ધારણા

અત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં તાપમાન માઈનસમાં પહોંચેલું છે અને સાથે સાથે હીમ વર્ષા પણ થઈ રહી છે. જેની અસર ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં થઈ રહી છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાઈ રહ્યા છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં હાડથીજવથી ઠંડી પડવાની હવામાન વિભાગની ધારણા છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત