/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-winter-forecast-weather-update-Temperatures-.jpg)
ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફ વર્ષા પડવાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરીવળ્યું છે. ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યમાં 10 ડિગ્રીથી 12 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 7.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો પારો ગગડ્યો હતો. રાજ્યમાં વહેલી સવારે ગાઠ ધુમસ્સની ચાદર છવાયેલી રહી છે.જ્યારે હવામાન વિભાગે આગામી 27-28 ડિસેમ્બરના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં સૌથીનું નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં જેમ જેમ શિયાળો આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડી જોર પકડી રહી છે. કાતિલ ઠંડીનું મોજું સમગ્ર ગુજરાત પર ફરી વળ્યું છે. ત્યારે તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 7.5 ડિગ્રીથી લઈને 18.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 7.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 18.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું તું. આ ઉપરાંત ડીસામાં 12.8 ડિગ્રી, કેશોદમાં 10.1 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં એક જ દિવસમાં પાંચ ડિગ્રી તાપમાન ઘટ્યું
સમગ્ર ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ ઠંડીએ માજા મુકી છે. વહેલી સવારથી જ શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી નજરે ચડે છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં એક જ દિવસમાં 5 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. મંગળવારે અમદાવાદમાં 12.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે સોમવારે 17.8 ડિગ્રી નોંધાયું હતું. આમ શહેરમાં એક જ દિવસમાં પાંચ ડિગ્રી જેટલું તાપમાન ગગડતા કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં પણ ઠંડીનો પારો ગગડીને 11 ડિગ્રી પહોંચી ગયો હતો.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 26.7 | 12.7 |
| ડીસા | 24.8 | 12.8 |
| ગાંધીનગર | 27.8 | 11.0 |
| વિદ્યાનગર | 29.1 | 16.6 |
| વડોદરા | 27.2 | 14.2 |
| સુરત | 26.5 | 16.8 |
| વલસાડ | – | – |
| દમણ | 26.0 | 17.2 |
| ભૂજ | 23.5 | 10.6 |
| નલિયા | 23.4 | 7.5 |
| કંડલા પોર્ટ | 24.5 | 13.0 |
| કંડલા એરપોર્ટ | 24.6 | 11.2 |
| અમરેલી | 26.6 | 11.8 |
| ભાવનગર | 26.0 | 13.5 |
| દ્વારકા | 25.0 | 14.5 |
| ઓખા | 23.3 | 18.2 |
| પોરબંદર | 26.1 | 11.0 |
| રાજકોટ | 26.9 | 9.0 |
| વેરાવળ | 26.6 | 13.9 |
| દીવ | 27.2 | 13.2 |
| સુરેન્દ્રનગર | 25.6 | 12.6 |
| મહુવા | 26.4 | 12.5 |
| કેશોદ | 25.6 | 10.1 |
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ડો. બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરાઈ, દલિત આગેવાનોનું અલ્ટિમેટમ, મેવાણીની ઉગ્ર આંદોલનની ચીમકી
27-28 ડિસેમ્બરે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે. વાદળછાળું વાતાવરણ થતાં ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે આગામી 27-28 ડિસેમ્બરના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 27 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે.
28 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું થવાની ભીતિ રહેલી છે. કડકડતી ઠંડી વચ્ચે સામાન્ય તાપમાન ઉચકાયુ છે અને જો માવઠું થાય તો પારો ચારથી પાંચ ડિગ્રી ગગડી શકે છે અને તે સમયગાળામાં ઠંડાગાર પવનથી હાડ થીજવતી ઠંડી પડવાની પણ શક્યતાઓ રહેલી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us