/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-winter-cold-wave-weather-update.jpg)
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી - express photo by IE gujarati
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં એકવાર ફરીથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર ભારત અને માઉન્ટ આબુમાં માઈનસમાં તાપમન જતાં હીમ વર્ષા થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં તેની અસર વર્તાઈ રહી છે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં 3-4 ડિગ્રી જેટલું તાપામન ઘટ્યું છે. ત્યારે અમદાવાદમાં બે ડિગ્રી અને ગાંધીનગરમાં ચાર ડિગ્રી જેટલું લઘુતમ તપામાન ઘટ્યું છે. ગાંધીનગરમાં તાપમાન ફરીથી 10 ડિગ્રી નજીક પહોંચ્યું છે.
ગાંધીનગરમાં 10 ડિગ્રી નજીક પહોંચ્યું લઘુતમ તાપમાન
છેલ્લા બે દિવસથી ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે રાજ્યમાં ઠંડીનો પારો નીચે ગગડી રહ્યો છે. ગુજરાતના પાટનગરમાં એક જ દિવસમાં સાડા ત્રણ ડિગ્રી જેટલી ઠંડી વધી છે. રવિવારે ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે ઘટીને સોમવારે 10.6 ડિગ્રી જેટલું થયું છે. જ્યારે મેટ્રોસિટી અમદાવાદમાં પણ બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે. અમદાવાદમાં સોમવારે 13.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રવિવારે 15 ડિગ્રી રહ્યું હતું.
નલિયામાં 6.5 ડિગ્રી લઘુત્મ તાપમાન, રાજ્યનું સૌથી ઠંડુ શહેર
ગુજરાતમાં અત્યારે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે ગુજરાતનું કાશ્મિર ગણાતા નલિયામાં કડકડતી ઠંડી પડી રહી છે. અહીં સોમવારે 6.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું લઘુતમ તાપમાન રહ્યું આ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ ઉપરાંત કંડલા એરપોર્ટ 10.1 ડિગ્રી, ભુજ 10.8 ડિગ્રી, ડિસા 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 6.5 ડિગ્રીથી લઈને 18.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 26.8 | 13.7 |
| ડીસા | 27.8 | 09.6 |
| ગાંધીનગર | 27.0 | 10.6 |
| વિદ્યાનગર | 26.9 | 14.6 |
| વડોદરા | 28.8 | 16.2 |
| સુરત | 32.0 | 18.2 |
| વલસાડ | – | – |
| દમણ | 29.4 | 18.8 |
| ભૂજ | 28.0 | 10.8 |
| નલિયા | 26.6 | 06.5 |
| કંડલા પોર્ટ | 23.8 | 13.0 |
| કંડલા એરપોર્ટ | 26.6 | 10.1 |
| અમરેલી | 29.8 | 14.2 |
| ભાવનગર | 27.7 | 15.5 |
| દ્વારકા | 26.6 | 16.3 |
| ઓખા | 24.9 | 17.6 |
| પોરબંદર | 29.4 | 14.6 |
| રાજકોટ | 30.7 | 11.0 |
| વેરાવળ | 29.0 | 17.5 |
| દીવ | 27.8 | 15.8 |
| સુરેન્દ્રનગર | 29.3 | 13.0 |
| મહુવા | 30.4 | 15.3 |
| કેશોદ | 28.8 | 12.4 |
- ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
- Mount Abu Snowfall: માઉન્ટ આબુ બન્યું કાશ્મીર, બરફ જોઇ પ્રવાસીઓ રોમાંચીત
ગુજરાતમાં હજી પડશે કાતિલ ઠંડી
ઉત્તર ભારત અને માઉન્ટ આબુમાં હીમ વર્ષા થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ અસર દેખાઈ રહી છે. ઠંડા પવનો ફૂંકાવવાના કારણે ઠંડીનો પારો દિવસેને દિવસે નીચે જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં હજી પણ ઠંડીનો પારો નીચે જવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે. આમ આગામી દિવસોમાં લોકોએ હજી પણ વધારે કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us