/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Gujarat-winter-cold-down.jpg)
ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો - photo - IE Gujarati
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં અત્યારે ઠંડીનો પારો ઉચકાયો છે. ત્યારે કાતિલ ઠંડીમાંથી ગણી રાહતનો જોવા મળી રહી છે. જેના પગલે લોકોને પણ કડકડતી ઠંડીમાંથી રાહત મળી છે. તાપમાનની વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં ઠંડીમાં ચાર ડિગ્રી જેટલો વધારો થયો છે. ગુજરાતમાં સરેરાશ લઘુતમ તાપમાન 15 ડિગ્રી ઉપર નોંધાયું હતું. નલિયામાં પણ તાપમાન 11 ડિગ્રી ઉપર પહોંચ્યું હતું.
બે દિવસમાં નલિયામાં 6 ડિગ્રી તાપમાન ઉચકાયું
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા જોઈએ તો છેલ્લા દિવસમાં ગુજરાતમાં તાપમાન ઉચકાયું છે. જેના પગલે ઠંડીમાં રાહત જોવા મળી છે. ગુજરાતમાં નલિયામામાં બે દિવસમાં તાપમાન 6 ડિગ્રી ઉંચુ જઈને 11 ડિગ્રીની સપાટી વટાવીને 11.6 ડિગ્રી પર પહોંચ્યું હતું. ડીસામાં 14.6 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી, ભુજમાં 13.4 ડિગ્રી નોંધાયું હતું.
બે દિવસમાં અમદાવાદમાં ચાર ડિગ્રી ઠંડી ઘટી
સમગ્ર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થતાં જ અમદાવાદ શહેરમાં પણ ઠંડી ઘટી છે. અમદાવાદમાં બે દિવસમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન વધીને 166 ડિગ્રી પહોંચ્યું હતું. ઠંડી થોડી ઘટતા લોકોએ કડકડતી ઠંડીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યના પાટનગરમાં 14.2 ડિગ્રી લઘુત્તમતાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 29.5 | 16.6 |
| ડીસા | 26.6 | 14.6 |
| ગાંધીનગર | 29.2 | 14.2 |
| વિદ્યાનગર | 27.9 | 16.5 |
| વડોદરા | 29.4 | 17.6 |
| સુરત | 28.9 | 17.3 |
| વલસાડ | – | – |
| દમણ | 28.6 | 18.2 |
| ભૂજ | 26.6 | 13.4 |
| નલિયા | 25.6 | 11.6 |
| કંડલા પોર્ટ | 27.6 | 16.4 |
| કંડલા એરપોર્ટ | 27.2 | 15.0 |
| અમરેલી | 27.9 | 16.4 |
| ભાવનગર | 29.4 | 15.5 |
| દ્વારકા | 24.4 | 17.8 |
| ઓખા | 25.4 | 18.7 |
| પોરબંદર | 27.5 | 14.0 |
| રાજકોટ | 29.5 | 16.4 |
| વેરાવળ | 26.4 | 19.5 |
| દીવ | 29.5 | 17.8 |
| સુરેન્દ્રનગર | 28.7 | 16.2 |
| મહુવા | 29.8 | 16.3 |
| કેશોદ | 27.6 | 15.6 |
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શું કરી આગાહી?
આ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ હવામાનની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેશે. સવારે રાજ્યમાં પવનની ગતિ 6 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની ધારણા છે. બપોરે પવનની ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું કે 10 થી 15 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ-અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું મોત, 49 સેકન્ડમાં માસુમ ઢળી પડી, CCTV આવ્યા સામે
ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો 15 મી તારીખ સુધી ઠંડા રહેશે. ઉત્તરાયણ પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડી ઓછી થઈ શકે છે. 24 જાન્યુઆરી પછી રાજ્યમાં ભારે ઠંડી પડશે. 22-23 સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us