/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Gujarat-summer-update.jpg)
ગુજરાત વેધર અપડેટ્સ - Photo - freepik
Gujarat Weather updates, ગુજરાત વેધર: ફેબ્રુઆરી મહિનો પુરો થવા આવ્યો છે ત્યારે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહસેસા થઈ રહ્યો છે. આવા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતાઓ સેવી છે.
ગુજરાતના તાપમાનમાં વધારો થયો
ગુજરાતમાંથી શિયાળો થોડા દિવસમાં લગભગ ગયો સમજો જોકે અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારના દિવસે તાપમાનમાં વધારો થયો હતો. હવામાન વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં 16.4 ડિગ્રીથી લઈને 23 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું.જેમાં 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. સુરતમાં 22.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં ફરી તાપમાન 20 ડિગ્રી પાર પહોંચ્યું
ગુજરાતમાં સર્વત્ર તાપમાનમાં વધારો થયો છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ તાપમાનમાં વધારો થયો હતો. અમદાવાદમાં તાપમાનમાં વધારો થઈને લઘુતમ તાપમાન 20 ડિગ્રી પાર કરીને 20.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. ગાંધીનગરમાં 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 20.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 34.9 | 20.4 |
| ડીસા | 33.6 | 18.0 |
| ગાંધીનગર | 35.0 | 19.8 |
| વિદ્યાનગર | 36.5 | 20.5 |
| વડોદરા | 35.0 | 20.8 |
| સુરત | 37.8 | 23.0 |
| વલસાડ | – | – |
| દમણ | 37.4 | 20.2 |
| ભૂજ | 36.0 | 20.9 |
| નલિયા | 35.6 | 16.4 |
| કંડલા પોર્ટ | 34.8 | 16.7 |
| કંડલા એરપોર્ટ | 34.2 | 19.2 |
| અમરેલી | 00 | 00 |
| ભાવનગર | 36.2 | 20.2 |
| દ્વારકા | 35.2 | 20.2 |
| ઓખા | 34.4 | 22.0 |
| પોરબંદર | 29.2 | 22.8 |
| રાજકોટ | 36.5 | 18.0 |
| વેરાવળ | 36.9 | 22.0 |
| દીવ | 33.4 | 20.5 |
| સુરેન્દ્રનગર | 35.0 | 21.0 |
| મહુવા | 36.4 | 18.5 |
| કેશોદ | 37.0 | 18.3 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
આગામી ત્રણ દિવસ સુધીમાં તાપમાન વધશેઃ હવામાન વિભાગ
ગુજરાતમાં અત્યારે શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે. ત્યાર બાદ પાછું તાપમાન ઘટવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. બેવડી ઋતુના પગલે રાજ્યમાં શરદી ઉધરશના કેસોમાં પણ વધારો નોંધાયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us