Gujarat Weather updates : ગુજરાતમાં ઠંડીની સંતાકૂકડી, 24 કલાક બાદ 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે

Gujarat Weather Forecast : ગુજરાતમાં અત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતાઓ સેવી છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં અત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતાઓ સેવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update in gujarati

ગુજરાત વેધર સમાચાર - photo-freepik

Gujarat Weather updates, ગુજરાત વેધર: ગુજરાતમાં અત્યારે શિયાળો જવાની તૈયારીમાં છે છતાં પણ ઠંડીની સંતાકૂકડી ચાલી રહી છે. એક બે દિવસ ઠંડી ઘટે છે તો પાછી ઠંડી વધે છે. ગુજરાતમાં અત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતાઓ સેવી છે.

Advertisment

નલિયામાં તાપમાનમાં નોંધાયો ઘટાડો

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 16.5 ડિગ્રીથી લઈને 23.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિાયમાં તાપમાનમાં ઘટાડો નોંધીને 16.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં 23.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 20 ડિગ્રી, જ્યારે કેશોદ અને મહુવામાં 17.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ઘટ્યું

ગુજરાતમાં વાતાવરણમાં બે તરફી વલણ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં 20.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 19.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 20.4 ડિગ્રી અને સુરતમાં 21.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ35.020.6
ડીસા35.0 20.0
ગાંધીનગર34.8 19.5
વિદ્યાનગર33.7 21.6
વડોદરા35.2 20.4
સુરત34.1 21.2
વલસાડ
દમણ33.0 20.4
ભૂજ34.7 20.5
નલિયા30.6 16.5
કંડલા પોર્ટ31.9 20.3
કંડલા એરપોર્ટ35.3 18.9
અમરેલી35.8 17.6
ભાવનગર33.320.6
દ્વારકા27.7 23.0
ઓખા29.6 23.2
પોરબંદર34.0 19.0
રાજકોટ36.2 19.5
વેરાવળ33.9 20.4
દીવ31.7 16.8
સુરેન્દ્રનગર34.520.0
મહુવા35.8 17.1
કેશોદ35.4 17.1
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

24 કલાક બાદ 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે : IMD

અત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. ત્યારબાદ એટલે કે બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. બે દિવસ બાદ ઠંડીમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે.

આજનું હવામાન અપડેટ ગુજરાત વેધર ન્યૂઝ શિયાળો