Gujarat Winter weather Update : આજે ગુજરાતના 23 જિલ્લામાં વરસાદની આગાહી, ઠંડીમાં સામાન્ય ઘટાડો, ક્યાં કેટલી ઠંડી પડી?

Gujarat Weather Forecast : વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો પારો ઉચકાયો છે અને ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. નલિયામાં તાપમાનનો પારો ઉચકાઈને 10 ડિગ્રીને પાર કર્યો હતો.

Gujarat Weather Forecast : વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો પારો ઉચકાયો છે અને ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. નલિયામાં તાપમાનનો પારો ઉચકાઈને 10 ડિગ્રીને પાર કર્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં શિયાળામાં વરસાદી માહોલ - Express photo by IE Gujarati

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં પલટો થતાં આકાશમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે. વાદળા ઘેરાવાના કારણે ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. જોકે, શુક્રવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના 23 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો પારો ઉચકાયો છે અને ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. નલિયામાં તાપમાનનો પારો ઉચકાઈને 10 ડિગ્રીને પાર કર્યો હતો.

Advertisment

ગુજરાતમાં આજે ક્યાં વરસાદ પડશે?

હવામાન વિભાગે ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. હવામાન પ્રમાણે આજે 28 ડિસેમ્બર 2024, શનિવારના દિવસે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે માવઠાની શક્યતા છે. રાજ્યના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં વરસાદ પડશે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ પડવાની શક્યાતાઓ છે.

નલિયામાં તાપમાન ઉચકાઈને 10 ડિગ્રીને પાર થયું

અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક ક્યાં વરસાદ પણ પડી ચૂક્યો છે ત્યારે ઠંડીના પ્રમાણમાં ઘટાડો પણ નોંધાયો છે. હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા પ્રમાણે ગુજરાતમાં સરેરાશ લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે જે બે ત્રણ દિવસ પહેલા 10 ડિગ્રીની આસપાસ રહેતું હતું. ગુજરાતમાં 10.5 ડિગ્રીથી લઈને 20.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ઠંડીનો પારો ઉચકાઈને 10 ડિગ્રી પાસ થઈ 10.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે સુરત અને વદોડરામાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ27.2 19.3
ડીસા25.1 16.1
ગાંધીનગર27.2 18.5
વિદ્યાનગર27.2 19.6
વડોદરા29.220.2
સુરત28.4 20.2
વલસાડ
દમણ26.4 19.4
ભૂજ24.4 11.8
નલિયા24.6 10.5
કંડલા પોર્ટ24.2 15.1
કંડલા એરપોર્ટ24.6 14.2
અમરેલી0013.8
ભાવનગર28.4 17.4
દ્વારકા24.4 17.2
ઓખા24.4 17.6
પોરબંદર25.7 16.4
રાજકોટ25.913.6
વેરાવળ25.7 17.0
દીવ26.7 15.8
સુરેન્દ્રનગર25.0 15.8
મહુવા29.8 16.3
કેશોદ24.5 14.2
Advertisment

અમદાવાદમાં બે દિવસમાં ચાર ડિગ્રી ઠંડી ઘટી

વાદળછાયા વાતાવરણ અને વરસાદ વચ્ચે રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં પણ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. અમદાવાદમાં બે દિવસમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે શુક્રવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 19.3 ડિગ્રી હતું. જે બુધવારે 15 ડિગ્રી નોંધાયું હતું. આમ અમદાવાદ શહેરમાં બે દિવસમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું છે.

આજનું હવામાન અપડેટ કોલ્ડ વેવ ગુજરાત શિયાળો