Gujarat Weather updates : ગુજરાતમાં શિયાળાના વળતા પાણી, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ? હવામાન વિભાગે શું કરી આગાહી?

Gujarat Weather Forecast : ફેબ્રુઆરી મહિના સાથ શિયાળો પણ અંત તરફ જઈ રહ્યો છે. રાજ્યના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. નલિયામાં પણ તાપમાન ઉચકાઈને 15 ડિગ્રી સુધી પહોંચી ગયું છે

Gujarat Weather Forecast : ફેબ્રુઆરી મહિના સાથ શિયાળો પણ અંત તરફ જઈ રહ્યો છે. રાજ્યના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. નલિયામાં પણ તાપમાન ઉચકાઈને 15 ડિગ્રી સુધી પહોંચી ગયું છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast

ગુજરાતમાં શિયાળો - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનો શિયાળાનો છેલ્લો મહિનો ગણવામાં આવે છે. જ્યારે ફેબ્રુઆરી મહિનો પણ અડધો થયો છે ફેબ્રુઆરી મહિના સાથ શિયાળો પણ અંત તરફ જઈ રહ્યો છે. રાજ્યના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. નલિયામાં પણ તાપમાન ઉચકાઈને 15 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.

Advertisment

નલિયામાં 15.6 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું

ગુજરાતમાં હવે શિયાળો અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રવિવારે ગુજરાતમાં 15.1 ડિગ્રીથી લઈને 22.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 15.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતુ. જ્યારે દીવમાં રાજ્યનું સૌથી નીચું 15.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકામાં 22.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 18.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

અમદાવાદમાં 20 ડિગ્રી નજીક પહોંચ્યું તાપમાન

રાજ્યમાં વધતા જતાં તાપમાન વચ્ચે અમદાવાદ શહેરમાં પણ તાપમાન વધી ગયું છે. અમદાવાદ શહેરમાં બપોરના સમયમાં તો રીતસરનો ઉનાળો આવી ગયો હોય એવો અહેસાસ થાય છે. ત્યારે અમદાવાદમાં તાપમન વધીને 20 ડીગ્રી નજીક પહોંચી ગયું છે. અમદાવાદમાં રવિવારે 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ34.0 19.2
ડીસા33.6 18.2
ગાંધીનગર34.5 18.5
વિદ્યાનગર32.3 17.8
વડોદરા33.6 18.2
સુરત35.0 18.1
વલસાડ
દમણ32.4 16.6
ભૂજ35.0 18.8
નલિયા30.3 15.6
કંડલા પોર્ટ31.6 18.8
કંડલા એરપોર્ટ34.0 15.7
અમરેલી0000
ભાવનગર35.820.1
દ્વારકા28.4 22.7
ઓખા29.6 22.0
પોરબંદર32.215.8
રાજકોટ33.7 18.6
વેરાવળ28.6 20.1
દીવ33.6 15.1
સુરેન્દ્રનગર33.7 19.0
મહુવા34.6 17.5
કેશોદ32.7 16.7
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

હવામાન વિભાગે શું કરી આગાહી?

ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે ઘટતી જાય છે અને ઉનાળો હવે આવીને ઊભો હોય એવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતાઓ સેવી છે. હવે ધીમે ધીમે ગરમી પડવાની શરૂ થઈ જશે. એટલે ઉનાળો હવે એકદમ નજીક છે.

શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત