Gujarat Winter weather Update : ગુજરાતમાં શિયાળો વિદાય તરફ? નલિયામાં ત્રણ ડિગ્રી ઠંડી ઘટી, હવામાન વિભાગ શું છે આગાહી?

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીમાં પણ ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. થોડા દિવસથી ઠંડીમાં બે તરફી વલણ જોવા મળ્યું છે. ત્યારે મંગળવારે રાજ્યમાં 1-3 ડિગ્રી જેટલી ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો.

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીમાં પણ ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. થોડા દિવસથી ઠંડીમાં બે તરફી વલણ જોવા મળ્યું છે. ત્યારે મંગળવારે રાજ્યમાં 1-3 ડિગ્રી જેટલી ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનો શિયાળા માટે છેલ્લો મહિનો ગણવામાં આવે છે ત્યારે અત્યારે ફેબ્રુઆરી મહિનો અડધો થવા આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ઠંડીમાં પણ ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. થોડા દિવસથી ઠંડીમાં બે તરફી વલણ જોવા મળ્યું છે. ત્યારે મંગળવારે રાજ્યમાં 1-3 ડિગ્રી જેટલી ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

Advertisment

નલિયામાં ત્રણ ડિગ્રી ઠંડી ઘટી

અત્યારે ગુજરાતમાં તાપમાનમાં ચડઉતર થઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 12 ડિગ્રીથી લઈને 20.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં એક દિવસમાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટીને 12 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 20.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 13.4 ડિગ્રી જ્યારે કેશોદમાં 12.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો

રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ ઠંડી ઘટીને 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 15.8 ડિગ્રી અને સુરતમાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ31.5 14.0
ડીસા31.2 13.4
ગાંધીનગર31.6 12.5
વિદ્યાનગર29.7 16.8
વડોદરા32.0 15.8
સુરત31.2 18.0
વલસાડ
દમણ29.2 17.0
ભૂજ31.9 16.7
નલિયા28.0 12.0
કંડલા પોર્ટ27.5 15.6
કંડલા એરપોર્ટ32.4 13.6
અમરેલી0000
ભાવનગર31.3 17.6
દ્વારકા26.2 20.4
ઓખા27.6 20.6
પોરબંદર30.4 15.5
રાજકોટ31.7 15.8
વેરાવળ27.4 18.7
દીવ30.7 12.6
સુરેન્દ્રનગર31.8 16.0
મહુવા32.6 14.1
કેશોદ30.7 12.9
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

હવામાન વિભાગે શું કરી આગાહી?

ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવે ઠંડીમાં પણ સામાન્ય વધારો નોંધાયો હતો. વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. માટે હવે પાંચ દિવસ સુધી લોકોને ઠંડીમાં રાહત મળશે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત