/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Gujarat-winter-update-heavy-cold.jpg)
ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : નવેમ્બર મહિનો પુરો થવાના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં ઠંડીએ પોતાનું સ્વરૂપ દેખાડ્યું છે. ઠંડીએ જોર પકડતાં લોકો ઠુંઠવાયા છે. ઠંડા પવનો ફૂંકાતા કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ગુજરાતમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. જોકે,નલિયામાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
13.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું
હવામાન વિભાગે જાહેર કરેલા ઠંડીના આંકડા પ્રમાણે મંગળવારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં 13.8 ડિગ્રીથી લઈને 22.8 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તપામાન નોંધાયું હતું. નલિયામાં 13.8 લધુત્તમ તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી નીચું તાપમાન હતું. જ્યારે ઓખામાં 22.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં કેટલું રહ્યું તાપમાન?
ગુજરાતભરમાં શિયાળો જામવાની સાથે અમદાવાદમાં દિવસેને દિવસે ઠંડીનો પારો નીચે ઉતરી રહ્યો છે. રોજ સરેરાશ એક ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતરી રહ્યું છે. જેના પગલે મંગળવારે અમદાવાદ શહેરમાં 15.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. શહેરમાં ગગડી રહેલા ઠંડીના પારાના પગલે લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. ઠેરઠેર તાપણા જોવા મળી રહ્યા છે. વહેલી સવારે ધુમ્મસ પણ છવાયેલું દેખાય છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 32.0 | 15.9 |
| ડીસા | 33.3 | 15.4 |
| ગાંધીનગર | 31.2 | 15.3 |
| વિદ્યાનગર | 31.7 | 16.6 |
| વડોદરા | 31.4 | 13.8 |
| સુરત | 32.6 | 20.4 |
| વલસાડ | – | – |
| દમણ | 32.0 | 20.2 |
| ભૂજ | 33.8 | 17.9 |
| નલિયા | 33.0 | 13.8 |
| કંડલા પોર્ટ | 33.0 | 18.9 |
| કંડલા એરપોર્ટ | 32.6 | 14.9 |
| અમરેલી | 31.0 | 16.6 |
| ભાવનગર | 30.0 | 17.2 |
| દ્વારકા | 32.4 | 20.2 |
| ઓખા | 29.8 | 22.8 |
| પોરબંદર | 32.5 | 15.2 |
| રાજકોટ | 33.7 | 15.0 |
| વેરાવળ | 32.4 | 21.2 |
| દીવ | 31.5 | 19.3 |
| સુરેન્દ્રનગર | 32.8 | 17.6 |
| મહુવા | 30.6 | 17.5 |
| કેશોદ | 31.8 | 15.8 |
આ પણ વાંચોઃ- શું વર્ચસ્વની લડાઈમાં ખોડલધામ અને સરદારધામનો વિવાદ રક્તરંજિત બન્યો, આ છે વિવાદનું મૂળ
ગુજરાતમાં આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે
ઉત્તર ભારત અને ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઉપર બરફ પડતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં તાપમાન માયનસમાં પહોંચતા જ ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો પારો હજી પણ નીચે જશે જેના પગલે ઠંડી વધશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us