Gujarat Winter weather Update : ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : ગુજરાતમાં 13.6 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. ઠંડીના પગલે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ સર્જાય છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં 13.6 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. ઠંડીના પગલે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ સર્જાય છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં શિયાળો - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં શિયાળો જામી ચૂક્યો છે. ઠંડીનો પ્રમાણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ગુજરાતમાં 13.6 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. ઠંડીના પગલે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ સર્જાય છે. શિયાળામાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના પગલે રાજ્યમાં આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધશે.

Advertisment

13.6 ડિગ્રી સાથે વડોદરા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ભારે ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા છે. ગુજરાતમાં 13.6 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં સૌથી નીચુ તાપમાન વડોદરામાંમાં 13.8 ડિગ્રી રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 20.4 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. અમદાવાદમાં 16.1 ડિગ્રી, ગાંધીનગરમાં 15.2 ડિગ્રી, નલિયામાં 13.8 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ32.6 16.1
ડીસા33.3 16.5
ગાંધીનગર31.6 15.2
વિદ્યાનગર31.7 17.0
વડોદરા31.6 13.6
સુરત31.8 20.3
વલસાડ
દમણ31.8 17.4
ભૂજ35.4 18.2
નલિયા34.0 13.8
કંડલા પોર્ટ34.0 19.3
કંડલા એરપોર્ટ33.614.3
અમરેલી31.4 14.0
ભાવનગર30.616.2
દ્વારકા33.6 20.4
ઓખા29.521.6
પોરબંદર32.6 14.5
રાજકોટ33.8 15.2
વેરાવળ32.6 20.7
દીવ30.5 16.5
સુરેન્દ્રનગર33.316.4
મહુવા30.8 15.5
કેશોદ31.5 13.9

અમદાવાદમાં કેવું રહ્યું તાપમાન

અમદાવાદમાં શહેરમાં એકંદરે વાતાવરણ ઠંડુ છે. તાપમાનામાં આંશિક ફેરફાર જોવા મળ્યો છે. જોકે, ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. પહેલા કરતા બુધવારે અમદાવાદના તાપમાનમાં સહેજ વધારો થયો છે. બુધવારે અમદાવાદમાં 16.1 ડિગ્રી લધુત્તમ તપામાન નોંધાયું હતું.

Advertisment

આ પણ વાંચોઃ- લોથલમાં માટીના સેમ્પલ લેવા ગયેલા બે મહિલા અધિકારીઓ પર ભેખડ ધસી પડી, એકનું મોત

ગુજરાતમાં હજી ઠંડીનું જોર વધશે

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થવાના પગલે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ઠંડા પવનો સાથે ઠંડીમાં પણ વધારો થશે. જેના પગલે રાજ્યમાં ઠંડીનું જોર પણ વધશે. ગુજરાતને અડીને આવેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. જેની અસર પણ રાજ્યમાં વર્તાઈ રહી છે. આમ આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત હવામાન વિભાગ આપી રહ્યું છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત