Gujarat Weather winter forecast : ગુજરાતમાં શિયાળો આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વહેલી સવારે અને મોડી સાંજથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, હજી પણ બપોરના સમયે ગરમી અનુભવાય છે. હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. ગુજરાતમાં કેટલીક જગ્યાએ તાપમાન 20 ડિગ્રીની નીચે સરકી ગયું છે. ગાંધીનગરમાં 19.4 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. હવામાન વિભાગ પ્રમાણે નવેમ્બરના અંત સુધીમાં અને ડિસેમ્બરની શરુઆતથી જ કડકડતી ઠંડી પડી શકે છે.
ગાંધીનગરમાં રાજ્યનું સૌથી ઓછું 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડી વધી રહી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની નીચે સરક્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં 20 ડિગ્રીની આસપાસ લધુત્તમ તપામાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન ગણી શકાય આ ઉપરાંત નલિયામાં 20.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઓખામાં 27 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જે રાજ્યનું ઉંચું લઘુતમ તાપમાન ગણી શકાય.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 36.4 21.6 ડીસા 38.4 21.8 ગાંધીનગર 37.2 19.4 વિદ્યાનગર 37.7 23.0 વડોદરા 35.4 22.0 સુરત 35.7 23.2 વલસાડ – – દમણ 35.0 23.2 ભૂજ 37.3 22.8 નલિયા 37.8 20.0 કંડલા પોર્ટ 37.0 24.3 કંડલા એરપોર્ટ 36.4 20.5 અમરેલી – – ભાવનગર 36.0 23.2 દ્વારકા 34.9 24.5 ઓખા 31.4 27.0 પોરબંદર 36.5 21.0 રાજકોટ 38.4 20.9 વેરાવળ 36.6 24.8 દીવ 34.4 21.2 સુરેન્દ્રનગર 37.5 23.6 મહુવા 35.8 20.1 કેશોદ 36.2 20.1
આ પણ વાંચોઃ- 14 વર્ષની સગીરાને ફોસલાવીને મુંબઈ લઈ ગયો 41 વર્ષનો શખ્સ, હોટલમાં આવ્યો હાર્ટ એટેક અને…
ગુજરાતમાં ક્યારે પડશે કડકડતી ઠંડી?
ગુજરાતમાં ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે. ધીમે ધીમે ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે. જોકે, હવામાન વિભાગ પ્રમાણે નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરની શરુઆતથી કડકડતી ઠંડી પડવાની શરુ થવાની શક્યતાઓ છે. જોકે, અત્યારથી જ રાજ્યમાં 20 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી ગયું છે.





