Gujarat Weather Updates : ગુજરાતમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો, ગાંધીનગર સૌથી ઠંડુ શહેર, સવારમાં ગાઢ ધુમ્મસ છવાયું

today weather update, Gujarat winter : મધ્ય ગુજરાતમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગગડ્યું હતું. ગાંધીનગર 9.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર થયું હતું.

today weather update, Gujarat winter : મધ્ય ગુજરાતમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગગડ્યું હતું. ગાંધીનગર 9.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર થયું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather | Gujarat Temperature | Gujarat Weather Forecast

આજે ગુજરાતનું હવામાન, Gujarat Weather Today: ઠંડીમાં તાપણું કરીને ગરમાવો લેતા લોકો

Gujarat weather winter news, IMD forecast : ઉત્તર ભારતના રાજ્યોમાં થઇ રહેલી હીમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં ફરીથી ઠંડીનો પારો ગગડ્યો હતો. મધ્ય ગુજરાતમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગગડ્યું હતું. ગાંધીનગર 9.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર થયું હતું. જોકે, નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન ઉંચું આવ્યું હતું. નલિયામાં 11.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં શનિવાર વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયેલું હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી હતી.

Advertisment

ગાંધીનગરમાં ઠંડી વધી તો નલિયામાં ઠંડીનો પારો ઉચકાયો

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં મધ્ય ભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો હતો. જોકે, કચ્છના વિસ્તારોમાં ઠંડી વધી હતી. મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ સહિતના શહેરોમાં ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી સેલ્સિલય સુધી ગગડ્યો હતો. જોકે, નલિયામાં ગુરુવારની તુલનાએ ઠંડી ઘટીને 11.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી ઉપર નોંધાયું હતું. 14.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે દ્વારકા ગુજરાતનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ29.311.7
ડીસા27.411.0
ગાંધીનગર29.009.7
વલ્લભ વિદ્યાનગર27.910.9
વડોદરા30.413.6
સુરત29.614.0
વલસાડ29.513.0
દમણ27.415.0
ભુજ26.211.2
નલિયા24.611.6
કંડલા પોર્ટ25.513.0
કંડલા એરપોર્ટ25.211.3
ભાવનગર28.514.0
દ્વારકા24.214.8
ઓખા22.717.2
પોરબંદર27.611.4
રાજકોટ27.711.7
વેરાવળ27.414.8
દીવ26.211.4
સુરેન્દ્રનગર27.812.0
મહુવા29.412.9

શું છે હવામાન વિભાગની આગાહી?

હવામાન વિભાગે જણાવ્યું હતું કે તીવ્ર પશ્ચિમી વિક્ષેપ 21 જાન્યુઆરીથી 26 જાન્યુઆરીની રાત્રિ દરમિયાન પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને 23 થી 26 જાન્યુઆરી, 2023 દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને અસર કરે તેવી સંભાવના છે. વિભાગે કહ્યું કે તેના પ્રભાવ હેઠળ 21 થી 22 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

Advertisment

આ પણ વાંચોઃ-આજનો ઇતિહાસ : 21 જાન્યુઆરી રશિયન ક્રાંતિકારી વ્લાદિમીર લેનિનની પુણ્યતિથિ અને સુશાંત સિંહ રાજપૂતનો જન્મદિવસ

આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દરમિયાન, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના ભાગો અને દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી શીત લહેરોની સ્થિતિમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો છે, જ્યારે પાલમમાં લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી પર પહોંચી ગયું છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના ભાગોમાં મધ્યમ ધુમ્મસ જોવા મળ્યું હતું.

વેધર ન્યૂઝ શિયાળો બ્રેકિંગ ન્યૂઝ કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત