Gujarat Winter weather update, IMD weather: ગુજરાત આજના હવામાનની વાત કરીએ તો જનજીવન જાણે ઠરી ગયું છે. કડકડતી ઠંડી પડી રહી છે જેને પગલે હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા. ગુજરાતમાં નલિયામાં 0 ડિગ્રી નજીક તાપમાન પહોંચ્યું હતું. 1.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારો ઓખા 16.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. ઉત્તર ભારતની વાત કરીએ તો 2.6 ડિગ્રી સેલ્સિયસની સાથે ઝાફરપુર સૌથી ઠંડુ સ્થાન રહ્યું હતું. ત્રણ અન્ય કેન્દ્રો ઉપર તાપમાન ત્રણથી ચાર ડિગ્રી વચ્ચે રહ્યું હતું. શૂન્યથી 2.5 ડિગ્રી નીચે તાપમાન સાથે ચુરુ ઉત્તરમાં મેદાન વિસ્તારમાં સૌથી ઠંડું સ્થાન રહ્યું હતું.
ગુજરાતમાં નલિયામાં ઠંડીનો પારો 0 ડિગ્રી નજીક પહોંચ્યો
ગુજરાતમાં રવિવારે નલિયામાં ઠંડીનો પારો 1.4 ડિગ્રી નજીક નોંધાયો હતો. આમ ઠંડીનો પારો 0 ડિગ્રીની નજીક પહોંચ્યો હતો. આમ નલિયા રવિવારે પણ ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ગુજરાતમાં ઓખા 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 8 ડિગ્રીથી 12 ડિગ્રીની આસપાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 24.5 | 10.0 |
ડીસા | 23.6 | 08.2 |
ગાંધીનગર | 24.0 | 08.3 |
વલ્લભ વિદ્યાનગર | 24.7 | 09.3 |
વડોદરા | 25.4 | 11.0 |
સુરત | 28.2 | 12.2 |
વલસાડ | 00 | 13.0 |
દમણ | 25.6 | 12.4 |
ભુજ | 24.0 | 7.6 |
નલિયા | 23.2 | 01.4 |
કંડલા પોર્ટ | 27.5 | 12.1 |
કંડલા એરપોર્ટ | 24.0 | 06.6 |
ભાવનગર | 23.9 | 10.2 |
દ્વારકા | 22.9 | 12.0 |
ઓખા | 21.8 | 16.8 |
પોરબંદર | 25.4 | 10.6 |
રાજકોટ | 26.8 | 08.4 |
વેરાવળ | 27.1 | 12.1 |
દીવ | 27.7 | 12.0 |
સુરેન્દ્રનગર | 26.4 | 09.0 |
મહુવા | 00 | 00 |
દિલ્હી-એનસીઆરમાં 18 જાન્યુઆરી સુધી શીત લહેરની સંભાવના
હવામાન વિભાગે સોમવારે લઘુત્તમ તાપમાન ત્રણ અને મહત્તમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆર (નેશનલ કેપિટલ રિજન)માં 18 જાન્યુઆરી સુધી શીત લહેર ચાલુ રહેવાની સંભાવના છે અને લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
ઉત્તર ભારતના રાજ્યોમાં હજી ઘટશે ઠંડીનો પારો
પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઉત્તરી જિલ્લાઓ અને અન્ય કેટલાક સ્થળોએ પણ હળવો વરસાદ થયો હતો. પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ત્રિપુરા અને ગંગાના પશ્ચિમ બંગાળના ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે.પંજાબના ફરીદકોટમાં માઈનસ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે. ચુરુમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાક દરમિયાન ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં ભારે હિમવર્ષા
જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને હિમવર્ષા થઈ. ઘણી જગ્યાએ બરફ સાથે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ.