Gujarat weather winter news, IMD forecast : ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ત્યારે ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા છે. નલિયામાં 2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આમ નલિયામાં ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે 17 ડિગ્રી સાથે ઓખા ગુજરાતનું ગરમ શહેર નોંધાયું હતું. ઉત્તર ભારતની વાત કરીએ તો દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં કોલ્ડ વેવ ચાલી રહી છે. હવામાન વિભાગે 18 અને 19 જાન્યુઆરી સુધી કાતિલ શીત લહેર ચાલવાની સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતમાં કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા
ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. હાડથીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. ભારે ઠંડીના પગલે જનજીવન પર અસર થઈ રહી છે. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં 7થી 10 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આમ નલિયામાં ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે 17 ડિગ્રી સાથે ઓખા ગુજરાતનું ગરમ શહેર નોંધાયું હતું. અમદાવાદમાં 7.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 25.8 | 07.6 |
ડીસા | 24.2 | 07.0 |
ગાંધીનગર | 25.2 | 05.3 |
વલ્લભ વિદ્યાનગર | 25.6 | 09.6 |
વડોદરા | 27.2 | 10.4 |
સુરત | 28.4 | 12.2 |
વલસાડ | 26.5 | 13.0 |
દમણ | 24.8 | 13.0 |
ભુજ | 25.8 | 07.6 |
નલિયા | 25.4 | 02.0 |
કંડલા પોર્ટ | 27.0 | 09.1 |
કંડલા એરપોર્ટ | 24.9 | 05.5 |
ભાવનગર | 24.7 | 10.0 |
દ્વારકા | 25.6 | 13.0 |
ઓખા | 23.0 | 17.8 |
પોરબંદર | 26.5 | 06.2 |
રાજકોટ | 27.4 | 07.3 |
વેરાવળ | 27.7 | 12.5 |
દીવ | 26.5 | 10.1 |
સુરેન્દ્રનગર | 27.3 | 08.7 |
મહુવા | 28.8 | 09.5 |
પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 18 તારીખ સુધી ઠંડા પવનો ચાલુ રહેશે
હવામાન વિભાગના બુલેટિન મુજબ રાજસ્થાનમાં કોલ્ડવેવના કારણે ગંભીર કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 18 જાન્યુઆરી સુધી અને ઉત્તર પ્રદેશ અને બિહારમાં 19 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવની સ્થિતિ રહેશે.
IMD દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “રાજસ્થાન, પંજાબ અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના ઘણા ભાગોમાં 18મી જાન્યુઆરી સુધી અને ત્યારબાદ 19મીએ પૂર્વ રાજસ્થાનના અલગ-અલગ ભાગોમાં ગંભીર શીત લહેર સ્થિતિ સર્જાવાની સંભાવના છે.” શક્યતા આ ઉપરાંત 17-19 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહારના અલગ-અલગ ભાગોમાં પણ શીત લહેર પ્રવર્તે તેવી શક્યતા છે. 17 અને 18 જાન્યુઆરીએ મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડા પવનો ફૂંકાશે.
19 જાન્યુઆરી પછી ઠંડા પવનોનો કહેર ઘટશે
IMDએ કહ્યું કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઠંડીની લહેર 19 જાન્યુઆરીથી ઓછી થવાની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના અલગ-અલગ ભાગોમાં 18 જાન્યુઆરી સુધી ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની આગાહી પણ કરી છે. IMDએ કહ્યું કે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અસર કરશે. એક 18 જાન્યુઆરીએ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે અને બીજી 20 જાન્યુઆરીએ.
ગાઢ ધુમ્મસ આ વિસ્તારોને આવરી લેશે
આ ઉપરાંત 18 જાન્યુઆરી સુધી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના અલગ-અલગ સ્થળોએ ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. IMD એ એમ પણ કહ્યું કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 18 જાન્યુઆરી સુધી, બિહારમાં 19 જાન્યુઆરી સુધી, ઓડિશામાં 17 જાન્યુઆરી સુધી અને આસામ, મેઘાલય અને ત્રિપુરામાં 20 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની શક્યતા છે.