scorecardresearch

Gujarat weather update : ગુજરાત કડકડતી ઠંડીમાં ઠુંઠવાયું, નલિયામાં બે ડિગ્રી સાથે ઠંડીએ વર્ષનો રેકોર્ડ તોડ્યો, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Weather in Gujarat, Temperature in Gujarat: ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો ગુરુવારે જોરદાર ઠંડીનો અહેસાસ થયો હતો. નલિયામાં બે ડિગ્રી સાથે 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. જોકે, શનિવારથી ઠંડીમાં રાહત મળી શકે એવું હવામાન વિભાગનું અનુમાન છે.

Gujarat weather update : ગુજરાત કડકડતી ઠંડીમાં ઠુંઠવાયું, નલિયામાં બે ડિગ્રી સાથે ઠંડીએ વર્ષનો રેકોર્ડ તોડ્યો, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
આજે ગુજરાતનું હવામાન, Gujarat Weather Today: ઠંડીમાં તાપણું કરીને ગરમાવો લેતા લોકો

IMD Weather Forecast, Gujarat Weather Forecast Today: ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાનું શરુ થઈ ગયું છે. દિવસે ને દિવસે ઠંડીનો પારો ગગડતો જાય છે. રાજ્યમાં હાડથીજવતી ઠંડીથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે ત્યારે ગુરુવારે ઠંડીએ નલિયામાં 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. ગુરુવારે નલિયામાં 2 ડિગ્રી સેલ્સિય તાપમાન નોંધાયું હતું. વર્ષ 2012 પછી રાજ્યમાં સૌથી નીચુ તાપમાન નોંધાયું છે. નલિયામાં સામાન્ય કરતા ત્રણ ડિગ્રી તાપમાન ગગડ્યું હતું.

2012 પછી નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું

ભારત હવામાન વિભાગ (IMD)ના પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે “આ અત્યાર સુધી (આ સિઝનમાં) નોંધાયેલું સૌથી નીચું તાપમાન છે અને કદાચ છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછું તાપમાન છે. નલિયામાં 2012માં સૌથી ઓછું 0.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,”

શનિવારથી ઠંડીમાં રાહત મળવાનું હવામાન વિભાગનું અનુમાન

મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે નલિયામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 8 ડિગ્રી ઓછું નોંધાયું હતું. દિવસનું તાપમાન 24.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછું હતું. રાજ્યમાં ઝડપી ઠંડા પવનો જોવા મળી રહ્યા છે જે હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવાર સુધી ચાલુ રહેશે. શનિવારથી રાજ્યભરમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. આવતીકાલે (શનિવાર) પછીના દિવસથી જોરદાર પવનો ઘટશે અને તેથી તાપમાનમાં ઘટાડો થશે,”

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 6 જાન્યુઆરી PM ઇન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસી આપવામાં આવી

ગુરુવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ23.610.0
ડીસા25.206.9
ગાંધીનગર23.809.4
વલ્લભ વિદ્યાનગર24.209.4
વડોદરા25.411.6
સુરત28.515.2
વલસાડ29.513.5
દમણ0016.4
ભુજ24.209.0
નલીયા24.702.0
કંડલા પોર્ટ24.812.0
કંડલા એરપોર્ટ24.808.0
ભાવનગર22.914.6
દ્વારકા24.415.2
ઓખા22.817.7
પોરબંદર27.013.4
રાજકોટ24.910.7
વેરાવળ28.014.9
દીવ26.814.2
સુરેન્દ્રનગર24.410.2
મહુવા0013.1

મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં સૌથી વધુ તપમાન ભાવનગરમાં 22.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 5 ડિગ્રી ઓછું હતું, ત્યારબાદ વડોદરામાં 25.4 ડિગ્રી સેલ્સિયસ અને અમરેલીમાં 24.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, બંને સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું હતું.

Web Title: Gujarat winter weather cold wave imd forecast today temperature 6 january

Best of Express