IMD Weather Forecast, Gujarat Weather Forecast Today: ગુજરાતમાં કડકડતી ઠંડીમાં બે દિવસ સુધી ઠુંઠવાયા બાદ લોકોને હવે થોડી રાહત મળી છે. ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. ગુજરાતમાં સામાન્ય રીતે બે ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે. ઠંડા પવનોમાં પણ ઘટાડો આવ્યો છે. જોકે ગુજરાતમાં સૌથી વધારે ઠંડી 6.1 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં નોંધાયું હતું. શુક્રવારે નલિયા ગુજરાતનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીના ચમકારામાં સામાન્ય ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દેશની રાજધાનીમાં ઠંડી અંગે વાત કરીએ તો દિલ્હીમાં હજી સુધી કોલ્ડવેવ ચાલું છે. ઠંડીના કારણે દિલ્હીમાં ઘાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. દિલ્હી એરપોર્ટે યાત્રીઓ માટે ધુમ્મસ માટે એલર્ટ રજૂ કર્યું હતું.
નલિયા ગુજરાતનું સૌથી ઠંડું શહેર
ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો ગુજરાતમાં શુક્રવારે સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું હતું. ગુજરાતમાં સૌથી વધારે ઠંડી 6.1 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીના ચમકારામાં સામાન્ય ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી ઉચું તાપમાન ઓખામાં નોંધાયું હતું. ગુજરાતમાં સરેરાશ બેથી ચાર ડિગ્રી જેટલું તાપમાન ઉંચું આવ્યું છે. ગુજરાતના વિવિધ શહેરોમાં 10થી 14 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયુ હતું.
ગુજરાતમાં શુક્રવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 25.5 | 14.1 |
ડીસા | 27.7 | 10.0 |
ગાંધીનગર | 25.5 | 14.0 |
વલ્લભ વિદ્યાનગર | 26.2 | 12.5 |
વડોદરા | 28.2 | 14.2 |
સુરત | 31.0 | 18.5 |
વલસાડ | 33.0 | 14.0 |
દમણ | 32.4 | 18.0 |
ભુજ | 25.4 | 10.2 |
નલીયા | 25.7 | 06.1 |
કંડલા પોર્ટ | 25.5 | 12.0 |
કંડલા એરપોર્ટ | 24.8 | 08.0 |
ભાવનગર | 25.3 | 17.6 |
દ્વારકા | 25.2 | 15.8 |
ઓખા | 23.8 | 19.0 |
પોરબંદર | 28.0 | 15.0 |
રાજકોટ | 28.6 | 11.9 |
વેરાવળ | 28.0 | 16.6 |
દીવ | 28.5 | 15.5 |
સુરેન્દ્રનગર | 26.0 | 11.8 |
મહુવા | 29.8 | 14.3 |
માઉન્ટ આબુમાં ઠંડીએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ગુજરાતના પડોશી રાજ્યમાં આવેલા પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં હાડથીજવતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુમાં અત્યારે ઠંડીએ પાછલા 20 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. બરફની ચાદર છવાઇ હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ઠંડીમાં વધારો થતા અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઠંડીના કારણે મેદાનો અને જ્યા પાણી ભરાયેલા છે ત્યાં બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે. તાપમાન માઈનસમાં જતું રહેતા વહેલી સવારે જામે કાશ્મિર જેવો માહોલ જોવા મળ્યો હતો.
ઉત્તર રેલવેમાં 32 ટ્રેનો મોડી
7 જાન્યુઆરીની નવીનતમ માહિતી મુજબ, ધુમ્મસના કારણે ઉત્તર રેલવે ઝોનમાં 32 ટ્રેનો મોડી ચાલી રહી છે. રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળો તેની ટોચ પર છે. ધુમ્મસને કારણે દિલ્હીને અડીને આવેલા નોઈડા અને ગાઝિયાબાદ જેવા વિસ્તારોમાં વિઝિબિલિટી લેવલ શૂન્યની આસપાસ પહોંચી ગયું હતું. તે જ સમયે, પર્વતો પર સતત હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં દિલ્હી-એનસીઆરમાં લોકોને ઠંડીથી રાહત મળવાની નથી.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 7 જાન્યુઆરી ગાધીજીના સમર્થક અને પદ્મ વિભૂષણથી સમ્માનિત જાનકી દેવી બજાજની જન્મજયંતિ
ઘણા રાજ્યોમાં ઠંડા દિવસની સ્થિતિ
પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ ઠંડા દિવસની સ્થિતિ નોંધવામાં આવી હતી. દિલ્હી, બિહાર, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશમાં કેટલાક સ્થળોએ ઠંડા દિવસની સ્થિતિ પણ નોંધવામાં આવી હતી.