Gujarat Weather Update : ગુજરાતમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો, ગાંધીનગરમાં 19.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ, ક્યાં કેટલું તાપમાન રહ્યું?

Gujarat Weather Forecast : રાજ્યમાં વહેલી સવારે અને મોડી સાંજથી ઠંડીનો ચમકારો અનુભવાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો પણ અનુભવ થાય છે. આમ અત્યારે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય છે.

Gujarat Weather Forecast : રાજ્યમાં વહેલી સવારે અને મોડી સાંજથી ઠંડીનો ચમકારો અનુભવાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો પણ અનુભવ થાય છે. આમ અત્યારે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast

ગુજરાતમાં શિયાળો - Express photo

Gujarat Weather winter forecast, ગુજરાત શિયાળો : ગુજરતામાં શિયાળાની ધીમી શરુઆત થઈ ગઈ છે. વહેલી સવારે અને મોડી સાંજથી ઠંડીનો ચમકારો અનુભવાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો પણ અનુભવ થાય છે. આમ અત્યારે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય છે. જોકે, ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 20 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહે છે. ગાંધીનગરમાં 19.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જે ગુજરાતનું સૌથી ઓછું તાપમાન રહ્યું હતું.

Advertisment

ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ

ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજથી આખી રાત ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરે અને સાંજના સમયે ગરમી અનુભવાય છે. અત્યારે રાજ્યમાં બેવડી ઋતુ ચાલી રહી છે ત્યારે શરદી ઉધરસ જેવી બીમારીના દર્દીઓમાં પણ વધારો થયો છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં 19.3 ડિગ્રીથી 27.2 ડિગ્રી વચ્ચે લધુત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનરમાં 19.3 ડિગ્રી અને ઓખામાં 27.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ36.5 22.2
ડીસા39.1 21.9
ગાંધીનગર36.4 19.3
વિદ્યાનગર37.523.5
વડોદરા35.2 20.2
સુરત36.6 22.4
વલસાડ
દમણ35.2 22.8
ભૂજ37.3 23.6
નલિયા36.4 20.4
કંડલા પોર્ટ37.0 25.5
કંડલા એરપોર્ટ36.0 22.4
અમરેલી36.0
ભાવનગર35.7 22.9
દ્વારકા34.3 25.0
ઓખા33.5 27.2
પોરબંદર36.0 21.6
રાજકોટ38.821.2
વેરાવળ37.2 24.7
દીવ36.0 21.1
સુરેન્દ્રનગર37.5 24.2
મહુવા35.6 19.6
કેશોદ35.6 20.4

આ પણ વાંચોઃ- ગુજરાતે હવે સોલાર અને વિંડ એનર્જી સેક્ટરમાં પણ દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું

Advertisment

હવામાન વિભાગે ઠંડી અંગે શું કરી આગાહી?

રાજ્યમાં ગરમી અને ઠંડીના અહેસાસ વચ્ચે હવામાન વિભાગે નવેમ્બરના અંત અને ડિસેમ્બરની શરુઆતના સમયગાળામાં રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શક્યતાઓ સેવી છે. જ્યારે ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. માટે લોકોએ થોડા દિવસોમાં ભારે ઠંડી માટે તૈયાર રહેવું પડશે.

શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત