Gujarat Winter Weather Update : ગુજરાતમાં ઠંડીનો ચમકારો, ગાંધીનગરમાં 15.8 લઘુતમ તાપમાન નોંધાયું, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : ગુજરાતમાં વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી છે. રાજ્યમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. મોટાભાગના શહેરોમાં 20 ડિગ્રીથી પણ નીચું લઘુતમ તાપમાન પહોંચી ગયું છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી છે. રાજ્યમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. મોટાભાગના શહેરોમાં 20 ડિગ્રીથી પણ નીચું લઘુતમ તાપમાન પહોંચી ગયું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો - Express photo

Gujarat Weather winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં હવે શિયાળો શરુ થયો હોય એમ લાગી રહ્યું છે. ગુજરાતમાં વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી છે. રાજ્યમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. મોટાભાગના શહેરોમાં 20 ડિગ્રીથી પણ નીચું લઘુતમ તાપમાન પહોંચી ગયું છે. જ્યારે કેટલાક શહેરોમાં 16 ડિગ્રીની આસપાસ લઘુતમ તપામાન રહ્યું છે. આમ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રવિવારે દિવસ દરમિયાન 15.8 ડિગ્રીથી લઈને 25.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું.

Advertisment

ગાંધીનગર 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

નવેમ્બર મહિનો આગળ વધતો જાય છે તેમ તેમ રાજ્યમાં ઠંડી પણ વધી રહી છે. રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રી નો ઘટાડો નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન 15.8 ડિગ્રીથી લઈને 25.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું. જ્યારે ઓખામાં 25.4 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.

અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો

અમદાવાદ શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે શહેરમાં વહેલી સવારે અને સાંજ પછી શિયાળાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે વહેલી સવારે એકદમ ઠંડીનો ચમકરાનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે શિયાળો જામી ગયો હોય એવું લાગી રહ્યું છે. જોકે, બપોરના સમયે હજી પણ ગરમી અનુભવાય છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ33.8 18.5
ડીસા34.4 18.6
ગાંધીનગર33.8 15.8
વિદ્યાનગર34.1 20.8
વડોદરા33.4 18.2
સુરત34.4 23.4
વલસાડ
દમણ34.0 22.4
ભૂજ34.3 19.7
નલિયા33.4 16.8
કંડલા પોર્ટ33.4 21.6
કંડલા એરપોર્ટ34.2 17.9
અમરેલી32.8 17.8
ભાવનગર32.4 20.6
દ્વારકા33.6 22.0
ઓખા31.5 25.4
પોરબંદર34.0 18.8
રાજકોટ35.5 17.7
વેરાવળ34.8 22.1
દીવ34.6 19.3
સુરેન્દ્રનગર35.0 19.6
મહુવા33.6 18.1
કેશોદ33.617.2
Advertisment

આ પણ વાંચોઃ-વડોદરામાં કરોડોની કિંમતની Land Rover Defender કાર સળગીને થઈ ગઈ રાખ, જુઓ વીડિયો

રાજ્યમાં હજી પણ પડશે કડકડતી ઠંડી

રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરૂ થવાના આડે થોડા દિવસો બાકી છે ત્યારે મોટાભાગે ડિસેમ્બર મહિનામાં શિયાળાની ઠંડી પડવાનું શરું થતું હોય છે. ત્યારે હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની અસર ગુજરાત ઉપર પડી રહી છે. અને ઠંડા પવનો પણ ફૂંકાવવાનું શરું થશે. જેની આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાનું શરું થઈ જશે.

શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત