Gujarat Winter Weather Update : ગુજરાતમાં ઠંડીનો ચમકારો, ગાંધીનગરમાં તાપમાન 15 ડિગ્રી પહોંચ્યું, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ગાંધીનગરમાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આગામી દિવસોમાં પણ હજી પણ વધારે કડકડતી ઠંડી પડશે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ગાંધીનગરમાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આગામી દિવસોમાં પણ હજી પણ વધારે કડકડતી ઠંડી પડશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast

ગુજરાતમાં શિયાળો - Express photo

Gujarat Weather winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હીમ વર્ષા પડવાના કારણે ગુજરાતમાં પણ અસર થઈ રહી છે. ગુજરાતમાં હવે ઠંડીનો ચમકારો અનુભવાય છે. રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ગાંધીનગરમાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આગામી દિવસોમાં પણ હજી પણ વધારે કડકડતી ઠંડી પડશે.

Advertisment

15 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગાંધીનગર બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર

ગુજરાતમાં શિયાળો આગળ ધપી રહ્યો છે તેમ ઠંડીનો પારો પણ ગગડી રહ્યો છે. રાજ્યમાં મંગળવારે 15 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ગાંધીનગરમાં 15 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું. જ્યારે ઓખામાં 25 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં મોટા ભાગના શહેરોમાં 20 ડિગ્રીની નીચે તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ઠંડીનો ચમકારો

અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડ્યો છે. મંગળવારે અમદાવાદમાં 20 ડિગ્રીની નીચે તાપમાન પહોંચી ગયું હતું. જોકે, હવેલી સવારે અને મોડી સાંજ પછી શિયાળાની ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે રસ્તાઓ ઉપર ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ31.5 19.7
ડીસા33.2 16.4
ગાંધીનગર32.0 15.0
વિદ્યાનગર31.9 19.4
વડોદરા31.6 17.0
સુરત32.6 20.1
વલસાડ
દમણ33.4 19.0
ભૂજ34.0 18.6
નલિયા32.8 15.5
કંડલા પોર્ટ33.6 20.5
કંડલા એરપોર્ટ33.0 15.5
અમરેલી32.0 17.0
ભાવનગર30.8 19.2
દ્વારકા33.422.0
ઓખા30.9 25.0
પોરબંદર33.4 19.0
રાજકોટ34.8 17.2
વેરાવળ33.6 22.5
દીવ33.1 20.4
સુરેન્દ્રનગર33.8 19.0
મહુવા31.8 17.5
કેશોદ33.7 16.8
Advertisment

આ પણ વાંચોઃ- અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડને હાઈ-સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

ડિસેમ્બરની શરુઆતથી જ પડશે કડકડતી ઠંડી?

નવેમ્બર મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ તાપમાન પણ ઘટી રહ્યું છે. અત્યારે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 19-20 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ પડવાના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં હજી પણ વધારે ઠંડી પડશે. ડિસેમ્બરની શરુઆતમાં રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગની ધારણા છે.

શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત