/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Gujarat-winter-updates.jpg)
ગુજરાતમાં શિયાળો - Express photo
Gujarat Weather winter forecast : ગુજરાતમાં દિવાળીના તહેવારો શરુ થયા છે ત્યારે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે ઠંડી તો બપરો અને સાંજના સમયે ગરમી અને બફારાનો અનુભવ થાય છે. ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. તાપમાનની વાત કરીએ તો ગુજરાતમા 20.4 ડિગ્રી થી લઈને 27.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું.
કંડલા એરપોર્ટ પર 20.4 ડિગ્રી રાજ્યનું સૌથી નીચું તાપમાન
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે સોમવારના દિવસે ગુજરાતમાં 20.4 ડિગ્રીથી લઈને 27.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. કંડલા એરપોર્ટમાં 20.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચુ તાપમાન હતું. જ્યારે દ્વારકા સૌથી ઉંચું 27.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.
રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
આજે કેટલું રહેશે હવામાન?
એક હવામાનની જાણકારી આપતી વેબસાઈટ પ્રમાણે આજે દિવસે 37 ડિગ્રી અને રાત્રે 24 ડિગ્રી તાપમાન રહેશે. પવનની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. જ્યારે હવાની ગુણવત્તા ખરાબ છે. આજે સવારના સમયે 26 ડિગ્રી તાપમાન તો સાંજના ચાર વાગ્યા સુધીમાં 36 ડિગ્રી તાપમાન રહશે. જોકે, ત્યારબાદ ધીમે ધીમે તપામાનનો પારો ઘટશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us