/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Gujarat-Winter-new.jpg)
Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો - Express photo
Gujarat Weather winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં હવે શિયાળાની જમાવટનો સમય આવી ગયો છે. ધીમે ધીમે રાજ્યમાં ઠંડી વધવાનું શરું થયું છે. આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડવાનું શરું થશે. ત્યારે અત્યારે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20-21 ડિગ્રીની આસપાસ નોંધાય છે. જ્યારે નલિયામાં 19.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન હતું.
નલિયા 19.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું ઠંડુ શહેર
હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે 19.5 ડિગ્રીથી લઈને 27 ડિગ્રી વચ્ચે લધુત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 19.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખામાં 27 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં 19.8 ડિગ્રી, મહુવામાં 19.9 ડિગ્રી, અમરેલીમાં 20.8 ડિગ્રી અને અમદાવાદમાં 21.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 36.6 | 21.8 |
| ડીસા | 38.6 | 22.0 |
| ગાંધીનગર | 36.0 | 19.8 |
| વિદ્યાનગર | 35.9 | 23.4 |
| વડોદરા | 36.4 | 21.4 |
| સુરત | 35.8 | 22.5 |
| વલસાડ | – | – |
| દમણ | 35.0 | 22.2 |
| ભૂજ | 38.3 | 23.8 |
| નલિયા | 35.5 | 19.5 |
| કંડલા પોર્ટ | 35.0 | 25.0 |
| કંડલા એરપોર્ટ | 37.4 | 22.9 |
| અમરેલી | 36.2 | 20.8 |
| ભાવનગર | 35.6 | 22.2 |
| દ્વારકા | 31.8 | 25.0 |
| ઓખા | 32.5 | 27.0 |
| પોરબંદર | 36.4 | 23.0 |
| રાજકોટ | 38.4 | 22.3 |
| વેરાવળ | 36.3 | 24.4 |
| દીવ | 34.2 | 21.0 |
| સુરેન્દ્રનગર | 37.5 | 23.0 |
| મહુવા | 35.4 | 19.9 |
| કેશોદ | 35.8 | 21.1 |
ઠંડી અંગે હવામાન વિભાગની શું છે આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે શિયળાનો મહિનો ડિસેમ્બર ગણવામાં આવે છે. અને સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાથી જ ઠંડી પડવાનું શરુ થાય છે. જોકે, નવેમ્બર મહિનાના અંત સુધીમાં અથવા તો ડિસેમ્બર મહિનાની શરુઆતથી જ ગુજરાતમાં ઠંડી પડવાનું શરુ થઈ શકે છે. ગુજરાતમાં હવે આગામી દિવસોમાં લોકોને સ્વેટર પહેરવા માટે મજબૂર થવું પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us