/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Gujarat-winter-weather.jpg)
ગુજરાતમાં શિયાળો - Express photo
Gujarat Weather winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં ધીમે ધીમે શિયાળો આગળ વધી રહ્યો છે. નવેમ્બર મહિનો અડધો થવા આવ્યો છે ત્યારે હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, દિવસ દરમિયાન હજી પણ ગરમી અનુભવાય છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં અત્યારે 20-21 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. જોકે, નલિયા અને ગાંધીનગરમાં 20 ડિગ્રી નીચે લઘુતમ તાપમાન નોંધાયું હતું.
નલિયા અને ગાંધીનગરમાં 20 ડિગ્રીની નીચે લધુત્તમ તાપમાન નોંધાયું
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડાની વાત કરીએ તો રવિવારના દિવસે 19.5 ડિગ્રીથી લઈને 26.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં 19.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આમ ગુજરાતમાં નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું. જ્યારે ઓખામાં 26.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતના મોટાભાગના શહેરોમાં 20-22 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 36.1 | 22.1 |
| ડીસા | 36.9 | 21.0 |
| ગાંધીનગર | 35.8 | 19.8 |
| વિદ્યાનગર | 36.5 | 22.4 |
| વડોદરા | 35.0 | 20.4 |
| સુરત | 35.2 | 23.0 |
| વલસાડ | – | – |
| દમણ | 34.0 | 22.2 |
| ભૂજ | 37.1 | 22.7 |
| નલિયા | 34.4 | 19.5 |
| કંડલા પોર્ટ | 36.2 | 24.5 |
| કંડલા એરપોર્ટ | 36.6 | 21.6 |
| અમરેલી | 35.2 | 20.0 |
| ભાવનગર | 34.6 | 22.5 |
| દ્વારકા | 32.8 | 25.0 |
| ઓખા | 32.5 | 26.4 |
| પોરબંદર | 36.0 | 21.4 |
| રાજકોટ | 37.9 | 21.5 |
| વેરાવળ | 36.1 | 23.7 |
| દીવ | 35.4 | 21.5 |
| સુરેન્દ્રનગર | 37.5 | 23.4 |
| મહુવા | 35.4 | 20.9 |
| કેશોદ | 35.1 | 20.5 |
ગુજરાતમાં શિયાળો ક્યારે રંગ દેખાડશે
હવામાન વિભાગ પ્રમાણે નવેમ્બર મહિનામાં શિયાળાની શરુઆત થઈ જાય છે. જોકે, ડિસેમ્બરથી શિયાળો એકદમ શરૂ થાય છે. આમ નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતથી જ શિયાળો પોતાનો રંગ દેખાડશે. અને કડકડતી ઠંડી પડવાની શરુ થઈ જશે. એટલે લોકોને હવે કડકડતી ઠંડી માટે વધારે રાહ જોવી નહીં પડે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us