Gujarat Winter Weather Update : ગુજરાતમાં શિયાળો ક્યારે રંગ દેખાડશે? ત્રણ શહેરોમાં 19.6 ડિગ્રી લઘુતમ તપામાન, ક્યાં કેટલું તાપમાન નોંધાયું

Gujarat Weather Forecast : રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગુજરાતના ત્રણ શહેરોમાં 19.6 ડિગ્રી લધુત્તમ તપામાન નોંધાયું છે જે રાજ્યનું સૌથી નીચું તાપમાન છે.

Gujarat Weather Forecast : રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગુજરાતના ત્રણ શહેરોમાં 19.6 ડિગ્રી લધુત્તમ તપામાન નોંધાયું છે જે રાજ્યનું સૌથી નીચું તાપમાન છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
IMD department forecast, winter season, Ambalal Patel forecast,

Gujarat Weather Forecast : ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે. - Express photo

Gujarat Weather winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : નવેમ્બર મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. જોકે, સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે જોકે, દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે. અત્યારે બેવડી ઋતુ અનુભવાય છે. આવી સ્થિતિમાં શરદી ઉધરસના દર્દીઓમાં પણ વધારો થયો છે. રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગુજરાતના ત્રણ શહેરોમાં 19.6 ડિગ્રી લધુત્તમ તપામાન નોંધાયું છે જે રાજ્યનું સૌથી નીચું તાપમાન છે.

Advertisment

ત્રણ શહેરોમાં નોંધાયું 19.6 ડિગ્રી લઘુતમ તાપમાન

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં 19.6 ડિગ્રી અને 26.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતના ગાંધીનગર, મહુવા અને અમરેલીમાં 19.6 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન રહ્યું છે. જ્યારે ઓખામાં 26.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતના મોટાભાગના શહેરોમાં 20-22 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ36.4 21.4
ડીસા37.7 21.3
ગાંધીનગર35.819.6
વિદ્યાનગર36.7 23.4
વડોદરા36.4 20.8
સુરત35.0 22.4
વલસાડ
દમણ34.8 22.4
ભૂજ37.4 22.0
નલિયા36.0 20.8
કંડલા પોર્ટ37.2 24.2
કંડલા એરપોર્ટ37.2 20.9
અમરેલી35.5 19.6
ભાવનગર35.4 22.8
દ્વારકા32.1 24.8
ઓખા31.9 26.8
પોરબંદર36.5 21.6
રાજકોટ38.0 21.5
વેરાવળ36.7 24.3
દીવ34.2 20.1
સુરેન્દ્રનગર38.3 23.4
મહુવા35.4 19.6
કેશોદ36.3 20.3

આ પણ વાંચોઃ-સિક્કિમની યુવતીને મોત ખેંચીને ગુજરાત લાવ્યું, નોકરીનો પ્રથમ દિવસ બન્યો જિંદગીનો છેલ્લો દિવસ

Advertisment

ગુજરાતમાં શિયાળો ક્યારે રંગ દેખાડશે

હવામાન વિભાગ પ્રમાણે નવેમ્બર મહિનામાં શિયાળાની શરુઆત થઈ જાય છે. જોકે, ડિસેમ્બરથી શિયાળો એકદમ શરૂ થાય છે. આમ નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતથી જ શિયાળો પોતાનો રંગ દેખાડશે. અને કડકડતી ઠંડી પડવાની શરુ થઈ જશે. એટલે લોકોને હવે કડકડતી ઠંડી માટે વધારે રાહ જોવી નહીં પડે.

શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત