Gujarat Weather Update : ગુજરાતમાં શિયાળાની શરુઆત, ગાંધીનગરમાં 21.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો પારો સામાન્ય નીચો ઉતર્યો છે. ઠંડીનો પારો 21 ડિગ્રી લઘુતમ તાપમાનની આસપાસ રહ્યો છે. જોકે, આગળના દિવસોમાં હજી પણ તાપમાન ઘટશે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો પારો સામાન્ય નીચો ઉતર્યો છે. ઠંડીનો પારો 21 ડિગ્રી લઘુતમ તાપમાનની આસપાસ રહ્યો છે. જોકે, આગળના દિવસોમાં હજી પણ તાપમાન ઘટશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast : ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ

Gujarat Weather Forecast : ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ - Express photo

Gujarat Weather winter forecast, ગુજરાત શિયાળો : દિવાળીના તહેવારો શરુ થઈ ગયા છે ત્યારે ગુજરાતમાં શિયાળાની પણ શરુઆત થઈ ગઈ છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં ઠંડીનો પારો સામાન્ય નીચો ઉતર્યો છે. ઠંડીનો પારો 21 ડિગ્રી લઘુતમ તાપમાનની આસપાસ રહ્યો છે. જોકે, આગળના દિવસોમાં હજી પણ તાપમાન ઘટશે. રવિવારના દિવસે ગુજરાતમાં 21.4 ડિગ્રીથી લઈને 27.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

Advertisment

ગાંધીનગર 21.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું ઠંડુ શહેર

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે રવિવારના દિવસે ગુજરાતમાં 21.4 ડિગ્રીથી લઈને 27.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. ગાંધીનગરમાં 21.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચુ તાપમાન હતું. જ્યારે દ્વારકા સૌથી ઉંચું 27. 4 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.

રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ38.4 23.6
ડીસા39.922.4
ગાંધીનગર37.4 21.4
વિદ્યાનગર35.3 23.4
વડોદરા37.2 23.0
સુરત35.623.9
વલસાડ
દમણ33.0 23.8
ભૂજ39.8 24.8
નલિયા36.4 24.5
કંડલા પોર્ટ37.4 25.4
કંડલા એરપોર્ટ40.822.2
અમરેલી37.5 22.8
ભાવનગર36.6 23.6
દ્વારકા32.4 27.4
ઓખા34.1 26.4
પોરબંદર34.2 23.4
રાજકોટ39.7 24.0
વેરાવળ34.2 25.1
દીવ36.5 22.0
સુરેન્દ્રનગર38.0 25.0
મહુવા37.821.6
કેશોદ35.8 21.8

આજે કેટલું રહેશે હવામાન?

એક હવામાનની જાણકારી આપતી વેબસાઈટ પ્રમાણે આજે દિવસે 37 ડિગ્રી અને રાત્રે 24 ડિગ્રી તાપમાન રહેશે. પવનની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. જ્યારે હવાની ગુણવત્તા ખરાબ છે. આજે સવારના સમયે 26 ડિગ્રી તાપમાન તો સાંજના ચાર વાગ્યા સુધીમાં 37 ડિગ્રી તાપમાન રહશે. જોકે, ત્યારબાદ ધીમે ધીમે તપામાનનો પારો ઘટશે.

Advertisment
ચોમાસું શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત