Gujarat Winter weather Update : ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, નલિયામાં 13 ડિગ્રી પહોંચ્યું તાપમાન, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : ગુજરાતમાં 13 ડિગ્રીથી લઈને 24.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં 13 ડિગ્રીથી લઈને 24.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast

ગુજરાતમાં શિયાળો, ઠંડી વધુ - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : નવેમ્બર મહિનો પુરો થવા જઈ રહ્યો છે ત્યારે ઠંડીએ પણ પોતાનું જોર પકડી લીધું છે. ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડીનો પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં તાપમાન ગગડી રહ્યું છે. ગુજરાતમાં 13 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. આગામી દિવસોમાં 10 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતાઓ હવામાન વિભાગે પણ સેવી છે. અત્યારે ગુજરાતમાં 13 ડિગ્રીથી લઈને 24.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

Advertisment

નલિયામાં 13 ડિગ્રી તાપમાન, ગુજરાતનું સૌથી ઠંડુ શહેર

ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાનું શરું થયું છે. તપામાન પણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં ગુજરાતમાં 13 ડિગ્રીથી લઈને 24.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. નલિયા 13 ડિગ્રી લઘુતમ તાપમાન ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું

ગુજરાતના અડીને આવેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. માઉન્ટ આબુ અને અરવલ્લીની ગિરિમાળાનું સૌથી ઊંચી ચોટી ધરાવતા ગુરુષિખરમાં માઈનસ ત્રણ ડિગ્રી નોંધાયું હોવાથી બરફ છવાઈ ચૂક્યો છે. માઉન્ટ આબુમાં હોટલો આગળ પાર્ક કરાયેલા ગાડીઓ બાગબગીચા અને ખુલ્લા મેદાનોની ઘાસ ઉપર બરફની ચારદ છવાયેલી જાત્વા મળી હતી.

vav election result 2024 : વાવ પેટા ચૂંટણી પરિણામ 2024 લાઇવ અપડેટ

અમદાવાદમાં બે દિવસમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું

ગુજરાતમાં ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં તાપમાન 18 ડિગ્રી સુધી સરકી ગયું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો દિવસે ને દિવસે તાપમાન ઘટી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. શહેરમાં 17.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઘટતા તાપમાનના કારણે શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજ પછી ઠંડીનો ચમકોર અનુભવા છે.

Advertisment

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ30.4 17.5
ડીસા31.5 14.0
ગાંધીનગર31.5 17.8
વિદ્યાનગર30.3 17.2
વડોદરા30.6 14.6
સુરત31.6 21.0
વલસાડ
દમણ31.6 19.4
ભૂજ32.4 16.8
નલિયા31.8 13.0
કંડલા પોર્ટ33.1 19.2
કંડલા એરપોર્ટ31.5 14.4
અમરેલી31.4 18.0
ભાવનગર29.6 17.9
દ્વારકા32.2 21.3
ઓખા29.5 24.3
પોરબંદર32.0 17.4
રાજકોટ33.6 16.6
વેરાવળ32.6 20.4
દીવ32.019.5
સુરેન્દ્રનગર32.5 18.0
મહુવા30.8 16.4
કેશોદ31.4 16.3

આ પણ વાંચોઃ- ડિજિટલ અરેસ્ટ શું છે અને તેનાથી બચવા શું કરવું? જાણો Digital Arrest વિશે A to Z માહિતી

હજી પણ પડશે હાડ થીજવતી ઠંડી

ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ પડવાના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં હજી પણ વધારે ઠંડી પડશે. અત્યારે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં 16-18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અને 13 ડિગ્રી સુધી સૌથી નીચું તાપમાન નોંધાયું છે. હવે ધીમે ધીમે ઠંડીનો પારો ગગડશે અને કડકડતી ઠંડી પડશે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત