Gujarat Winter weather Update : ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયા 13.4 ડિગ્રી તાપમાન સૌથી ઠંડુ શહેર, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : રાજ્યમાં તાપમાન એક-બે ડિગ્રી ઘટ્યું છે. જેના પગલે નલિયા 13.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. એકંદરે ગુજરાતમાં 17-18 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે.

Gujarat Weather Forecast : રાજ્યમાં તાપમાન એક-બે ડિગ્રી ઘટ્યું છે. જેના પગલે નલિયા 13.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. એકંદરે ગુજરાતમાં 17-18 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast

ગુજરાતમાં શિયાળો, ઠંડી વધુ - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડી વધતી જાય છે. ગુજરાતમાં તાપમાનનો પારો ઘટવાની સાથે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડી પડવાનું શરું થયું છે. ત્યારે લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. ઠંડીના પગલે કામકાજ પર અસર જોવા મળી રહી છે. રાજ્યમાં તાપમાન એક-બે ડિગ્રી ઘટ્યું છે. જેના પગલે નલિયા 13.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. એકંદરે ગુજરાતમાં 17-18 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે.

Advertisment

ગુજરાતમાં 13.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર

ગુજરાતમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે ત્યારે રાજ્યના વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી છે. રાજ્યમાં 17-18 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. નલિયામાં એક દિવસમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. સોમવારે નલિયામાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું. આમ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

અમદાવાદમાં ઠંડીનો ચમકારો

ગુજરાતમાં શિયાળો જામી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય છે. તાપમાનની વાત કરીએ તો સોમવારે દિવસ દરમિયાન અમદાવાદમાં 17.8 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. જોકે, વહેલી સવારે અને મોડી સાંજ બાદ એકદમ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ31.2 17.8
ડીસા32.8 15.4
ગાંધીનગર31.5 16.9
વિદ્યાનગર31.1 17.7
વડોદરા31.0 15.2
સુરત31.2 21.0
વલસાડ
દમણ31.8 20.2
ભૂજ32.4 16.7
નલિયા32.2 13.4
કંડલા પોર્ટ31.4 18.0
કંડલા એરપોર્ટ31.7 14.9
અમરેલી30.8 17.0
ભાવનગર29.7 18.1
દ્વારકા30.8 20.5
ઓખા29.324.4
પોરબંદર31.4 16.0
રાજકોટ33.7 14.8
વેરાવળ32.8 20.8
દીવ31.4 17.6
સુરેન્દ્રનગર31.8 18.2
મહુવા30.6 17.3
કેશોદ31.2 16.0
Advertisment

આ પણ વાંચોઃ-Imagicaa Park: અમદાવાદમાં બનશે ઇમેજિકા પાર્ક, રિવરફ્રંટની રોનકમાં થશે વધારો

હવામાન વિભાગે શું કરી આગાહી?

ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ પડવાના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં હજી પણ વધારે ઠંડી પડશે. અત્યારે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં 17-18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અને 13.4 ડિગ્રી સુધી સૌથી નીચું તાપમાન નોંધાયું છે. હવે ધીમે ધીમે ઠંડીનો પારો ગગડશે અને કડકડતી ઠંડી પડશે. આગામી દિવસોમાં હાડથીજવતી ઠંડી પડવાનું અનુમાન હવામાન વિભાગે સેવ્યું છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત