Gujarat Winter weather Update : ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, નલિયા 12 ડિગ્રી પહોંચ્યુ, અમદાવાદ સહિત ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : ગુજરાતમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી સુધી નીચે પહોંચી જતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે.આગામી દિવસોમાં હજી પણ ઠંડી પડશે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી સુધી નીચે પહોંચી જતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે.આગામી દિવસોમાં હજી પણ ઠંડી પડશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં શિયાળાએ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરુ કરી દીધું છે. રાજ્યમાં અત્યારે કડકડતી ઠંડી પડવાનું શરુ થઈ ગયું છે. ગુજરાતમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી સુધી નીચે પહોંચી જતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે.આગામી દિવસોમાં હજી પણ ઠંડી પડશે.

Advertisment

12.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠડુંગાર

ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. ત્યારે રાજ્યમાં 12.2 ડિગ્રીથી લઈને 21.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં નલિયા 12.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 21.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ30.3 16.6
ડીસા31.6 14.4
ગાંધીનગર30.6 15.5
વિદ્યાનગર30.9 17.8
વડોદરા30.6 14.6
સુરત32.2 18.4
વલસાડ
દમણ32.4 19.4
ભૂજ32.0 16.3
નલિયા31.0 12.2
કંડલા પોર્ટ32.2 18.0
કંડલા એરપોર્ટ31.4 12.9
અમરેલી30.8 13.4
ભાવનગર29.1 16.6
દ્વારકા31.2 21.4
ઓખા29.2 21.7
પોરબંદર31.2 14.6
રાજકોટ32.9 14.6
વેરાવળ32.2 19.5
દીવ31.5 17.6
સુરેન્દ્રનગર32.5 15.8
મહુવા30.8 15.1
કેશોદ31.2 14.1

અમદાવાદમાં 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટ્યું

ગુજરાતમાં ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં તાપમાન 17 ડિગ્રી સુધી સરકી ગયું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો દિવસે ને દિવસે તાપમાન ઘટી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું.

Advertisment

આ પણ વાંચોઃ-ગુજરાતના ખેડૂતો માટે ખાસ ખબર, તકનીકી ખામી સર્જાતા Farmer Registry Portal પર નોંધણી બંધ

શહેરમાં 16.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઘટતા તાપમાનના કારણે શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજ પછી ઠંડીનો ચમકોર અનુભવા છે. ઉપરાંત દિવસ દરમિયાનમાં ઠંડકનો અહેસાસ થાય છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત