/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Gujarat-winter-Cold-weather.jpg)
ગુજરાતમાં શિયાળો - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં શિયાળો જામવા લાગ્યો છે. દિવસેને દિવસે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે ઠંડીએ જોર પકડ્યું છે. શિયાળાએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરુ કરી દીધું છે. રાજ્યમાં એકાએક તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં 11.8 ડિગ્રીથી લઈને 21.1 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. જેમાં 11.8 ડિગ્રી લઘુતમ તપામાન સાથે રાજ્યનું પાટનગર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. એકંદરે રાજ્યમાં તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું, તાપમાન 11.8 ડિગ્રી
ગુજરાતમાં ઠંડી વધવાની સાથે લોકો ઠુંઠવાયા છે. કડકડતી ઠંડી પડવાની શરુ થતાં જ લોકો ઉપર અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં 11.8 ડિગ્રીથી લઈને 21.1 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. જેમાં 11.8 ડિગ્રી લઘુતમ તપામાન સાથે રાજ્યનું પાટનગર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.જ્યારે ઓખામાં 21.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસા અને કેશોદમાં 14.3 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબર પર રહ્યા છે.
અમદાવાદમાં ઠંડીનો ચમકારો યથાવત
રાજ્યમાં એકંદરે તાપમાનમાં ઘટાડો નોંધાતા અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. સવારથી લઈને સાંજ સુધી વાતાવરણમાં ઠંડી પ્રસરી છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 16 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડીનો પારો નીચો જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 31.1 | 16.0 |
| ડીસા | 31.6 | 14.3 |
| ગાંધીનગર | 31.0 | 11.8 |
| વિદ્યાનગર | 30.5 | 17.6 |
| વડોદરા | 31.6 | 14.8 |
| સુરત | 32.6 | 19.2 |
| વલસાડ | – | – |
| દમણ | 31.4 | 20.4 |
| ભૂજ | 32.0 | 16.7 |
| નલિયા | 31.9 | 15.2 |
| કંડલા પોર્ટ | 31.5 | 17.2 |
| કંડલા એરપોર્ટ | 31.0 | 13.2 |
| અમરેલી | 31.4 | 15.2 |
| ભાવનગર | 29.6 | 17.6 |
| દ્વારકા | 31.1 | 20.4 |
| ઓખા | 29.1 | 21.1 |
| પોરબંદર | 31.4 | 14.0 |
| રાજકોટ | 33.8 | 14.9 |
| વેરાવળ | 32.5 | 19.8 |
| દીવ | 31.5 | 17.5 |
| સુરેન્દ્રનગર | 32.8 | 16.0 |
| મહુવા | 31.0 | 15.9 |
| કેશોદ | 31.6 | 14.3 |
આ પણ વાંચોઃ- દેશની તમામ GIDCમાં ગુજરાતે મારી બાજી! પ્રથમ સ્થાન મેળવ્યું
ગુજરાતમાં આગામી દિવસોમાં 10 ડિગ્રી સુધી પહોંચશે ઠંડી
ઉત્તર ભારત અને ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઉપર બરફ પડતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં તાપમાન માયનસમાં પહોંચતા જ ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી ઠંડીનો પારો પહોંચવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us