Accident in America : દેશ અને દુનિયામાં અકસ્માતની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે અમેરિકામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક ગુજરાતી યુવકે જીવ ગુમાવ્યો છે. ટૂરિસ્ટ વિઝા ઉપર અમેરિકા ફરવા ગયેલો ગુજરાતનો યુવક રસ્તો પસાર કરતા સમયે ગાડીઓ નચી કચડાઈ જતાં મોતને ભેટ્યો છે. તેના ઉપર એક પછી એક એમ 14 ગાડીઓ પસાર થઈ ગઈ હતી. જેના કારણે તેની લાશની હાલત એકદમ ખરાબ થઇ ગઈ હતી.
ઉત્તર ગુજરાતના પાટણનો રહેવાશી દર્શીલ ઠક્કર 4 મહિનાના ટૂરિસ્ટ વિઝા પર અમેરિકા ફરવા ગયો હતો. પુત્રના મોતના સમાચાર મેળવીને પાટનમાં રહેનાતા તેમના પરિવારમાં માતમ છવાઇ ગયો છે. રડી રડીને પરિવારની હાલત ખરાબ થઇ ગઈ છે.
ઉલ્લેખનયી છે કે આ ઘટના દરમિયાન દર્શીલની સાથે તેનો મિત્ર પણ તો. તેના પ્રમાણે સિગ્નલ બંધ હતું અને દર્શીલ રસ્તો પસાર કરી રહ્યો હતો. ત્યારે જ સિગ્નલ ખુલ્યું અને ગાડીઓ ઝડપી ગતિમાં તેની તરફ આગળ વધી.. કારની ટક્કરથી દર્શિલ નીચે પડી ગયો અને એક બાક એક 14 ગાડીઓ દર્શીલ ઉપર ફરીવળી. જેના કારણે દર્શિલનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હું. દર્શિલના મોતના સમાચાર મિત્રએ ગુજરાતમાં રહેતા તેના પરિવારને આપ્યા હતા.
દર્શીલની લાશને લાવ માટે અમેરિકા રવાના થયો પરિવાર
પુત્રના મોતની જાણકારી મળ્યા બાદ પરિવારમાં માતમ છવાયો હતો. પરિવારે દર્શિલની લાશને ભારત લાવવા માટે અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. પરંતુ અકસ્માતના કારણે લાશ ખરાબ થઇ ગઈ હતી. તેને ભારત મોકલવી સંભવ ન્હોતી. હવે પરિવારના ચાર સભ્યો અમેરિકા માટે રવાના થયા છે.
આ પણ વાંચોઃ- Lift Accident : નોઇડામાં ભયંકર દુર્ઘટના, 24માં માથેળી લિફ્ટ તૂટતા 70 વર્ષીય મહિલાનું મોત, લોકોનો હંગામો
વિસ્તારમાં શોકની લહેર
પાટનમાં હાજર દર્શિલના પરિવારમાં ઉંડો શોક ફેલાયો છે. સંબંધીઓ, દોસ્ત અને પરિચિતોમાં દર્શિલના પરિવારને સાંત્વના આપવા માટે તેમના ઘરે પહોંચી રહ્યા છે. જ્યારે જવાન પુત્રના મોત બાદ માતા સાથે પરિવારનો રડી રડીને હાલ બે હાલ થઇ ગયો છે.