USA Deport Gujarati : અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, વતન મોકલવાની કામગીરી શરુ, વાંચો લિસ્ટ

Gujaratis deported from America reach Ahmedabad : અમેરિકાથી ડિપોર્ટ કરેલા ગુજરાતીઓને લઈને એક વિમાન ગુરુવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યું હતું. અને એરપોર્ટ પરથી એક પછી એક લોકોને પોતાના વતન મોકલવાની કામગીરી હાથધરવામાં આવી રહી છે.

Written by Ankit Patel
Updated : February 06, 2025 09:32 IST
USA Deport Gujarati : અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, વતન મોકલવાની કામગીરી શરુ, વાંચો લિસ્ટ
અમેરિકામાંથી ડિપોર્ટ થયેલા ગુજરાતી - photo - ANI

USA Deport Gujarati at Airport :અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે રહેતા નાગરિકોને શોધી શોધીને ડિપોર્ટ કરવાની કામગીરી હાથધરી છે. જે પૈકી યુએસએમાં રહેતા ગેરકાયદે રહેતા ગુજરાતીઓ સહિત ભારતીઓને પણ ડિપોર્ટ કરવાની કામગીરી હાથધરી હતી. જેના પગલે 100થી વધારે ભારતીયોને લઈને વિમાન બુધવારે પંજાબના અમૃતસર પહોંચ્યું હતું.

ત્યારબાદ વિધિવત રીતે નાગરિકોને ત્યાંથી રાજ્યના વિવિધ ભાગોમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પૈકી 33 ગુજરાતીઓ પણ હતા. જેમને લઈને વિમાન ગુરુવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યું હતું. અને એરપોર્ટ પરથી એક પછી એક લોકોને પોતાના વતન મોકલવાની કામગીરી હાથધરવામાં આવી રહી છે.

એરપોર્ટ પર પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો

સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ ઉપર જિલ્લા પોલીસના વાહનોમાં આ તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી તેમના વતન રવાના થશે. એરપોર્ટ પર આઈબી, સીઆઈડી અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો. પ્રાથમિક કાર્યવાહી કરીને તમામ લોકોને પોતાના વતન મોકલવામાં આવશે.

ગુજરાતના કયા વિસ્તારમાંથી કેટલા લોકો?

અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓવિસ્તાર – જિલ્લો
પટેલ સ્મિત કિરીટકુમારમાણસા, ગાંધીનગર
ગોસ્વામી શિવાની પ્રકાશગીગીપેટદાલ, આણંદ
પટેલ નીકિતાબેન કનુભાઈચંદ્રનગર, ડાભલા, મહેસાણા
પટેલ આયશા ધીરજકુમારઅંકલેશ્વર, ભરૂચ
રામી જયેશભાઈ રમેશભાઈવિરમગામ, અમદાવાદ
રામી બિનાબેન જયેશભાઈજૂના ડિસા, બનાસકાંઠા
પટેલ એન્નીબેન કેતુલકુમારપાટણ
પટેલ મંત્ર કેતુલકુમારપાટણ
પટેલ કેતુલ કુમાર બાબુલાલમણુજ, પાટણ
પટેલ કિરણબેન કેતુલકુમારવાલમ, મહેસાણા
પટેલ માયરા નિકેતકુમારકલોલ, ગાંધીનગર
પટેલ રિષિતાબેન નિકેતકુમારનારદીપુર, ગુજરાત
ગોહીલ કરણસિંહ નટુજીકલોલ, ગાંધીનગર
ગોહીલ મિત્તલબેન કરણસિંહકલોલ, ગાંધીનગર
ગોહીલ હેયાનસિંહ કરણસિંહમહેસાણા
ગોસ્વામી ધ્રુવગીરી હાર્દિકગીરીમહેસાણા
ગોસ્વામી હેમલ હાર્દિકસિંહગોઝારિયા, મહેસાણા
ગોસ્વામી હાર્દિકગીરી મુકેશગીરીડાભલા, મહેસાણા
ગોસ્વામી હિમાનીબેન હાર્દિકગીરીમહેસાણા
ઝાલા એંજલ જિગ્નેશકુમારમેઉ, મહેસાણા
ઝાલા અરૂણાબેન જિગ્નેશકુમારમેઉ,મહેસાણા
ઝાલા માહી જિગ્નેશકુમારમાણસા
ઝાલા જિગ્નેશકુમાર પરબતજી
જયેન્દ્રસિંગ વિહોલખાનુસા,મેહસાણા
હિરલબેન વિહોલમડાસમા, મહેસાણા
રાજપુત સતવતસિંહ વજાજીગણેશપુરા, સિદ્ધપુર
દરજી કેતુલકુમાર હસમુખભાઈમહેસાણા
પ્રજાપતિ પ્રેક્ષા જગદીશભાઈગાંધીનગર
ચૌધરી જિગ્નેશકુમાર બળદેવભાઈબાપુપુરા, ગાંધીનગર
ચૌધરી રૂચી ભરતભાઈઈન્દ્રપુરા, ગાંધીનગર
પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલથલતેજ, અમદાવાદ
પટેલ ખુશ્બુબેન જયંતિભાઈવડોદરા
ગોહીલ જીવણજી કચરાજીગાંધીનગર

USA deport gujarati
અમેરિકામાંથી ડિપોર્ટ થયેલા ગુજરાતી – photo – X

વધુ વાંચોઃ- અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતી, સૌથી વધુ મહેસાણાના વતની

બુધવારે ડિપોર્ટ થયેલા 104 ભારતીયોને લઈ યુએસ વિમાન અમૃતસર પહોંચ્યું હતું

ટ્રમ્પે પરત મોકલેલા 104 ભારતીયોમાં 69 પુરુષ, 25 મહિલા અને 13 બાળકો સામેલ છે. આ બધા ભારતમાંથી તો કાયદેસર રવાના થયા હતા, પરંતુ અમેરિકામાં ડંકી રુટે ઘૂસ્યા હતા. અમેરિકામાંથી ડિપોર્ટ કરીને લાવવામાં આવેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકા સરહદ પર પકડવામાં આવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ