2002 Gujarat Riots: નરોડા ગામ પાટિયા કેસમાં અમદાવાદની વિશેષ અદાલતે ગુરુવારે ભાજપના પૂર્વ ધારાસભ્ય માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે, 2002ના ગોધરાકાંડ બાદના રમખાણમાં નરોડા ગામ હત્યાકાંડમાં 11 લોકોના મોત થયા હતા. કોમી રમખાણના બહુચર્ચિત કેસમાં કોર્ટના ચૂકાદા બાદ કોર્ટ સંકુલની બહાર જયશ્રી રામના નારા લાગ્યા હતા તો બીજી તરફ પરિસ્થિતિને કંટ્રોલમાં રાખવા પોલીસે નરોડા ગામ સહિતમાં ચાંપતી નજર રાખી હતી.
સ્પેશિયલ SIT જજ શુભદા બક્ષીએ સાંજે 5.30 વાગ્યે ચુકાદો સંભળાવ્યો અને કોર્ટની બહાર આરોપીઓના સંબંધીઓએ જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવીને ચુકાદાનું સ્વાગત કર્યું.
ગુજરાતના નરોડા ગામ કેસમાં, અમદાવાદની વિશેષ અદાલત ગુરુવારે (20 એપ્રિલ, 2023) ચુકાદો સંભળાવ્યો છે. 21 વર્ષ પહેલા થયેલા આ રમખાણોમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં માયા કોડનાની અને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં મંત્રી બાબુ બજરંગી સહિત 82 લોકો આરોપી હતા. જેમાંથી કેટલાકના મોત થઈ ગયા હતા, કોર્ટે આ મામલે તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
નરોડા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
નરોડા ગામ હત્યાકાંડ કેસ મામલે કોર્ટેમાં ચૂકાદે આવે તે પહેલા જ પોલીસે આગોતરા પગલા લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, કોઈ પણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સુરક્ષા બોદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અનુસાર, નરોડા ગામમાં સુરક્ષા માટે 1 PI, 4 PSI સહિત 70 પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે.

શું હતો કેસ?
27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી ગુજરાત પહોંચેલી સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગી હતી, જેમાં 58 લોકોના મોત થયા હતા. ગોધરાકાંડના વિરોધમાં બીજા દિવસે બંધનું એલાન અપાયું હતું. આ દરમિયાન અમદાવાદના નરોડા ગામમાં કોમી હિંસા ફાટી નીકળી હતી, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલામાં કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી શકે છે. આવો જાણીએ આ ઘટનાની સંપૂર્ણ કહાની.

ગોધરાકાંડ બાદ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બીજા દિવસે વહેલી સવારે નરોડા ગામમાં હંગામો મચી ગયો હતો, દુકાનો બંધ કરાવવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર સાથે લોકોના ટોળા એકઠા થવા લાગ્યા હતા. થોડી જ વારમાં પથ્થરમારો, આગચંપી, તોડફોડ અને હિંસા શરૂ થઈ ગઈ. થોડી જ વારમાં નરોડા ગામનો ચહેરો બદલાઈ ગયો અને આ હિંસામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા. તો, નરોડા પાટિયામાં પણ આવી જ ઘટના બની હતી અને ત્યાં 97 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

નરોડા ગામ અને નરોડા પાટિયામાં થયેલી આ હિંસા બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ મામલાની તપાસ માટે SIT ટીમની રચના કરવામાં આવી હતી. રાજ્યની ભાજપ સરકાર પર તોફાનીઓને સમર્થન કરવાનો આરોપ હતો. આ મામલે ભાજપના નેતાઓના નામ પણ સામે આવ્યા છે. SIT દ્વારા માયા કોડનાનીને આ ઘટનામાં મુખ્ય આરોપી બનાવવામાં આવી હતી. ગુજરાતના રમખાણોની શરૂઆત નરોડા ગામથી જ થઈ હતી. આ દરમિયાન 27 શહેરો અને નગરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં નરોડાના તમામ મુસ્લિમ મકાનો નષ્ટ થઈ ગયા હતા.

કેસમાં અત્યાર સુધી શું થયું
આ પછી વર્ષ 2009માં આ કેસની કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ. આ કેસમાં 327 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. 2012 માં, માયા કોડામણી અને બાબુ બજરંગીને SIT કેસમાં વિશેષ અદાલત દ્વારા હત્યા અને ષડયંત્ર માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં અન્ય 32 લોકોને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેના પર કોર્ટે 2017માં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ કેસમાં 13 વર્ષથી સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં એક વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ માયા કોડનાની વતી કોર્ટમાં જુબાની આપી હતી.

આ પણ વાંચો – બદનક્ષીના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે આપવાની રાહુલની અપીલ સુરત કોર્ટે ફગાવી
માયા કોડનાની પર આ આરોપ છે
માયા કોડનાની પર ગોધરાકાંડથી ગુસ્સે થયેલા હજારો લોકોના ટોળાને નરોડા ગામમાં મુસ્લિમોને મારવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. આ હિંસામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા અને 82 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.