Ahmedabad: અમદાવાદ - હેરિટેજ શહેર થી લઇ મેગા સિટી, જોવાલાયક પ્રખ્યાત સ્થળો

Happy Birthday Ahmedabad, 26 February: અમદાવાદ 26 ફેબ્રુઆરી, 2025ના રોજ 614મો સ્થાપના દિવસ ઉજવશે. 1000 વર્ષથી વધુ જુનો ઇતિહાસ ધરાવતા અમદાવાદે ભારતની આઝાદીમાં મોટું યોગદાન આપ્યું છે. અહીં અમદાવાદના હેરિટેજ શહેર થી લઇ મેગા સિટી સુધીના ઇતિહાસ અને જોવાલાયક સ્થળો વિશે વિગતવાર જાણકારી આપી છે.

Happy Birthday Ahmedabad, 26 February: અમદાવાદ 26 ફેબ્રુઆરી, 2025ના રોજ 614મો સ્થાપના દિવસ ઉજવશે. 1000 વર્ષથી વધુ જુનો ઇતિહાસ ધરાવતા અમદાવાદે ભારતની આઝાદીમાં મોટું યોગદાન આપ્યું છે. અહીં અમદાવાદના હેરિટેજ શહેર થી લઇ મેગા સિટી સુધીના ઇતિહાસ અને જોવાલાયક સ્થળો વિશે વિગતવાર જાણકારી આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Famous Tourist Places In Ahmedabad | Ahmedabad Foundation Day | Ahmedabad History | Ahmedabad

Ahmedabad History And Famous Tourist Places: અમદાવાદનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળ. (Photo: Gujarat Tourism)

Ahmedabad Foundation Day On 26 February: અમદાવાદ ગુજરાતનું મુખ્ય શહેર છે. 26 ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદ સ્થાપનાને 614 વર્ષ પૂર્ણ થયા છે. બાદશાહ અહેમદ શાહે વર્ષ 1411માં 26 ફેબ્રુઆરીના રોજ અહમદાબાદ એટલે કે અમદાવાદની સ્થાપના કરી હતી. અહેમદ શાહના નામ પરથી શહેરનું નામ અમદાવાદ પડ્યું છે. આમ તો અમદાવાદ પ્રાચીનકાળમાં કર્ણાવતી, આશાપલ્લી અને આશાવલ નામે ઓળખાતું હતું.

Advertisment

Ahmedabad History : અમદાવાદ 1000 વર્ષથી જૂનો ઇતિહાસ

અમદાવાદ 1000 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે. પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી અસ્તિત્વ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કર્ણદેવે આશાવલના ભીલ રાજા સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી હતી.

માનચેસ્ટર અમદાવાદ મેગા સિટી બન્યું

અમદાવાદ સતત વિકસા પામતુ હતું. ભારતનું માનચેસ્ટર શહેર અમદાવાદ હાલ મેગા સિટી બની ગયું છે. વિકાસ સાથે અમદાવાદ વિસ્તરણ પામ્યું છે. ભારતના ઇતિહાસમાં અમદાવાદનું મોટું યોગદાન છે. મહાત્મા ગાંધીજીએ અમદાવાદથી ભારતની આઝાદી માટે સત્યાગ્રહ આંદોલન શરૂ કરી હતું.

Famous Tourist Places In Ahmedabad : અમદાવાદમાં જોવાલાયક સ્થળો

અમદાવાદની ઓળખ સમાન ઘણા સ્થળો અને સ્મારકો આવેલા છે. દુનિયામાં પ્રખ્યાત અમદાવાદ શહેરમાં ઐતિહાસિક ઇમારતો, મંદિર મસ્જિદ, સંગ્રહાલય સહિત જોવાલાયક ઘણા ઐતિહાસિક અને આધુનિક સ્થળો છે.

Advertisment

Sidi Saiyad Ni Jali : સીદી સઇદ જાળી

સીદી સઇદની જાળી અમદાવાદની ઓળખ સમાન ઐતિહાસિક સ્મારક છે. ભદ્ર કિલ્લા નજીક સીદી સઇદ મસ્જિદની દિવાલ પર રેતિયા પથ્થર કોતરીને સીદી સઇદ જાળી લાગેલી છે. મુઘલ કાળમાં બનેલી સીદી સઇદ જાળી કોણે બનાવી તે વિશે ઘણી લોકવાયકા છે. જો કે એમાં કોઇ બેમત નથી કે વનસ્પતિની ડાળી અને પાન આકારમાં નાજુક કોતરણી સીદી સઇદ જાળી ભારતની સ્થાપત્યકાળનું ઉત્તમ ઉદાહરણ છે. અગાઉ સીદી સઇદની મસ્જીદમાં પાંચ સીદી સઇદ જાળી હતી, જો કે એક જાળ અંગ્રેજ લંડન લઇ ગયા હોવાથી હવે માત્ર 4 સીદી સઇદ જાળી જોવા મળે છે. સીદી સઇદ જાળીથી થોડેક દૂર પાનકોર નાક નજીક ઐતિહાસિક જામા મસ્જિદ પણ જોવાલાયક છે.

sidi saiyad jali | Saiyyed mosque ahmedabad
Sidi Saiyad Ni Jali: અમદાવાદની સીદી સઇદની જાળી. (Photo: Gujarat Tourism)

Sabarmati Riverfront : સાબરમતી રિવરફ્રન્ટ

સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની સાબરમતી નદી કિનારે ફરવા લાયક સ્થળ છે. સાબરમતી નદીના બંને કિનારા પર આધુનિક બાંધકામ સાથે લોકોના ફરવા અને મનોરંજન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સાબરમતી નદીમાં બોટમાં બેસવાની મજા પણ માણવા મળે છે.

Kankaria Lake : કાંકરિયા તળાવ

કાંકરિયા તળાવ અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલું છે. સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ 15મી સદીમાં બંધાવેલું કુતુબ હૌજ કે હૌજ એ કુતુબ આજે કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે. તળાવની વચ્ચે નગીના વાડી પણ છે. હાલ કાંકરિયા તળાવ અમદાવાદમાં ફરવાનું પ્રખ્યાત સ્થળ છે. અહીં પ્રાણીસંગ્રહાલય, નેક્ટર ઝૂ, અટલ ટ્રેન, નગીના વાડીમાં મ્યુઝિકલ ફાઉન્ટેન શો અને તળાવમાં બોટિંગની મજા યાદગાર રહે છે.

Ahmedabad Bhadrakali Mandir : અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા છે. બાદશાહ અહમદશાહ દ્વારા નિર્મિત ભદ્ર કિલ્લાને અડીને ભદ્રકાળી માતાજીનું મંદિર આવેલું છે, જે અમદાવાદમાં આસ્થાનું કેન્દ્ર છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ભદ્રકાળી માતાજીના દર્શન કરવા આવે છે. આસો નવરાત્રીમાં મંદિરના ચોકમાં પરંપરાગત ગરબા ખેલાય છે. અમદાવાદના 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રાનું 26 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. કર્ણમૂક્તેશ્વેર મહાદેવ મંદિર, જગન્નાથ મંદિર, કાલુપુર સ્વામીનારાયણ મંદિર, હઠીસિંહના જૈન દેરાસર, ઇસ્કોન મંદિર, વૈષ્ણોદેવી મંદિર સહિત ઘણા પ્રસિદ્ધ મંદિરો દર્શનીય છે.

ahmedabad bhadrakali temple | ahmedabad bhadrakali mata | bhadrakali mata | ahmedabad temple (1)
Ahmedabad Bhadrakali Temple: ભદ્રકાળી માતા અમદાવાદના નગરદેવી છે. (Photo: Social Media)

Ahmedabad Science City : સાયન્સ સિટી

અમદાવાદનું એસજી હાઇવ નજીક આવેલું સાયન્સ સિટી વિજ્ઞાન પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. 2001માં નિર્મિત સાયન્સ સિટી 107 હેક્ટર કરતા વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં વિજ્ઞાન અને ટેકનોલોજી સરળતાથી સમજી શકાય તેવી રીતે પ્રદર્શની તૈયાર કરવામાં આવી છે. હૉલ ઓફ સ્પેસ, હૉલ ઓફ સાયન્સ, લાઇફ સાયન્સ પાર્ક, ઇલેક્ટ્રોડોમ, પ્લેનેટ અર્થ, ૩-ડી આઈમેક્સ થિયેટર, સંગીતમય નૃત્ય કરતા ફુવારા, ઊર્જા ઉદ્યાન, સ્ટીમ્યુલેશન રાઈડો, એમ્ફી થિએટર સહિત સાયન્સ સિટીમાં જોવાલાયક ઘણા આકર્ષણો છે.

Gates of Ahmedabad : અમદાવાદના દરવાજા

અમદાવાદ કિલ્લાબંધ કોટ વિસ્તારમાં વસેલું હતું. અમદાવાદમાં અવરજવર માટે દરવાજા હતા જેમાથી અમુક આજેય હાયત છે. મોટાભાગના લોકો માટે છે કે અમદાવાદને 12 દરવાજાઓ હતા પણ કેટલાંક ઈતિહાસકારો સૂચવે છે કે 16 હતા. પાછળથી સંશોધકોએ જાણ્યું કે અમદાવાદને 21 દરવાજાઓ હતા.

Pols of Ahmedabad : અમદાવાદની પોળ

અમદાવાદની પોળ શહેરની આગવી ઓળખ છે. લાકડા પથ્થર અને માટી ચુના માંથી નિર્મિત પોળ અદભુત સ્થાપત્ય શૈલી ધરાવે છે. આ પોળમાં ધર્મ અને જ્ઞાતિ અનુસાર લોકો રહેતા હતા અને તે મુજબ પોળનું નામ રાખવામાં આવતું હતું. અમદાવાદની સૌથી પહેલી પોળનું નામ છે મુહૂર્ત પોળ છે. તો સૌથી મોટી પોળ માંડવીની પોળ છે.

Sarkhej Roza : સરખેજ રોજા

સરખેજ રોજા અમદાવાદના સરખેજ મકરબા વિસ્તારમાં આવેલું અદભુત ઐતિહાસિક સ્થાપત્ય છે. વર્ષ 1451માં નિર્મિત સરખેજ રોઝા સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષની દરગાહ છે. તમને જણાવી દઇયે કે, અમદાવાદનાં સુલતાન અહેમદ શાહે આ સૂફી સંતના સુચનથી જ સરખેજથી થોડાંક અંતરે સાબરમતી નદીને કિનારે પાટનગરનું નિર્માણ કરાવ્યું હતું. સરખેજ રોઝા અમદાવાદના સૌથી ભવ્ય અને અનન્ય આર્કિટેક્ચરલ સંકુલ પૈકી એક છે. સરખેજ રોઝા ઇસ્લામિક સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે.

સાબરમતી સત્યાગ્રહ આશ્રમ

Sabarmati Ashram | Gandhi Sabarmati Ashram | Ahmedabad Sabarmati Ashram
Ahmedabad Sabarmati Ashram : અમદાવાદનું સાબરમતી આશ્રમ. (Photo: Gujarat Tourism)

અમદાવાદમાં સાબરમતી નદી કિનારે મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ આશ્રમ જોવાલાયક છે. દેશ અને દુનિયામાંથી લાખો લોકો દર વર્ષે સત્યાગ્રહ આશ્રમ જોવા આવે છે. અંગ્રેજોની ગુલામીથી ભારતને આઝાદ કરવા મહાત્મા ગાંધીજીએ વર્ષ 1915માં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ સ્થાપ્યો હતો. ત્યારબાદ ગાંધીજી એ વર્ષ 2019માં નવા સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી, જેને હૃદયકુંજ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ગાંધીજીના ચિત્રો, પુસ્તકો અને તેમની ચીજવસ્તુઓનું પ્રદર્શન જોવા મળે છે.

આજના દિવસનો ઇતિહાસ પ્રવાસ ટ્રેન્ડિંગ ન્યૂઝ અમદાવાદ ગુજરાત